દિપાવલીના વેકેશન બાદ વેપારીઓના સ્નેહમિલન સાથે પાટણ માર્કેટ યાર્ડ માં ધંધા રોજગાર શરૂ કરાયા.
પાટણ તા.૧૮
દિપાવલીના વેકેશન બાદ લાભ પાંચમના પવિત્ર દિવસથી પાટણ માર્કેટ યાર્ડમાં વેપારીઓએ ધંધા રોજગારનો સ્નેહ મિલન કાર્યક્રમ સાથે પ્રારંભ કર્યો હતો. માર્કેટયાર્ડમાં પ્રથમ દિવસે કપાસ,એરંડા અને રાયડા સહિત ના માલ ની આવક શરૂ થઈ હતી.
લાભ પાંચમના પવિત્ર દિવસથી પાટણ માર્કેટ યાર્ડમાં માલનું વેચાણ કરવા આવતા ખેડૂતો તેમજ માર્કેટ યાર્ડના વેપારીઓ સહિત પાટણ શહેરમાં ખરીદી અર્થે આવતા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોને ફકત રૂ. ૪૦ મા જ બપોરનું શુદ્ધ અને સાત્વિક ત્રણ જાતના શાક,દાળ,ભાત, રોટલી, છાશ સહિતનું સંપૂર્ણ ભોજન મળી રહે તે માટે પાટણ માર્કેટ યાર્ડ ના નવ નિયુક્ત ચેરમેન સ્નેહલભાઈ પટેલ ની ઉપસ્થિત મા ભોજનાલય નો પ્રારંભ કરવા માં આવતા માર્કેટયાર્ડમાં માલનું વેચાણ કરવા આવતા ખેડૂતો, માર્કેટ યાર્ડના વેપારીઓ સહિત પાટણમાં ખરીદી માટે આવતાં લોકોએ માર્કેટ યાર્ડના ભોજનાલય ની ભોજન સેવાને સરાહનીય લેખાવી હતી.
પ્રથમ દિવસે પાટણ માર્કેટયાર્ડ ખાતે કાર્યરત કરાયેલા ભોજનાલયમાં મિષ્ટ ભોજન પીરસવામાં આવ્યું હતું.જેનો મોટી સંખ્યામાં ખેડૂતો,વેપારીઓ અને પાટણમાં ખરીદી અર્થે આવતા લોકોએ લાભ લીધો હતો.
અહેવાલ યશપાલ સ્વામી