google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ લોકસભા વિસ્તારના કુલ 22819 દિવ્યાંગ અને 80 થી વધુ વર્ષની ઉંમરના મતદારો બેલેટ પેપરથી મતદાન કરી શકશે…

Date:

પાટણ તા. ૨૯
પાટણ જિલ્લામાં આ વર્ષે લોકસભાની ચૂંટણીમાં 80 વર્ષથી વધુ ઉંમરના વડીલો અને દિવ્યાંગ મતદારો સર્વિસ વોટરની જેમ ઘરે બેઠા મતદાન કરી શકે તે માટે ભારતીય ચૂંટણીપંચ દ્વારા ખાસ પ્રકારની સુવિધા ઉપલ્બ્ધ કરવામાં આવી છે. પાટણ જિલ્લાના તમામ બૂથ લેવલ ઓફિસર્સ માપદંડ ધરાવતા વયોવૃદ્ધ મતદારો અને દિવ્યાંગ મતદારોનો સંપર્ક કરીને પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની ઈચ્છા જાણી તેનો અહેવાલ સંબંધિત ચૂંટણી અધિકારીઓને સોંપશે. ત્યારબાદ જે સંખ્યા નક્કી કરવામાં આવશે તેટલી સંખ્યામાં વયોવૃદ્ધ અને દિવ્યાંગ મતદારો પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકશે.

પાટણ જિલ્લાની 11-વડગામ, 15-કાંકરેજ, 16-રાધનપુર, 17-ચાણસ્મા, 18-પાટણ ,19-સિદ્ધપુર, અને 20-ખેરાલુ એમ સાત લોકસભા બેઠક પર આગામી સમયમાં તા.7 મેં ના રોજ ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે તે માટે આ વર્ષે 80 થી વધુ ઉંમરના વયોવૃદ્ધ મતદારો તેમજ શારીરિક રીતે અસક્ત દિવ્યાંગ મતદારો માટે બેલેટ પેપરથી મતદાન નું આયોજન કરવામાં આવ્યું છે.

પાટણ લોકસભા મતવિસ્તારમાં 12,744 મતદારો 80 વર્ષથી વધુની કેટેગરીમાં આવે છે અને 10,075 મતદારો દિવ્યાંગની કેટેગરીમાં આવે છે. આંકડાકીય માહિતી પર વિસ્તારથી નજર કરીએ તો 11-વડગામ માં કુલ 2331 દિવ્યાંગ મતદારો અને 1761વયોવૃદ્ધ મતદારો છે.15-કાંકરેજમાં 2551 દિવ્યાંગ મતદારો ને 1793 વયોવૃદ્ધ મતદારો, 16-રાધનપુરમાં 2248 દિવ્યાંગ મતદારો અને 1879 વયો વૃદ્ધ મતદારો, 17 ચાણસ્મા માં 2632 દિવ્યાંગ મતદારો અને 2146 વયોવૃદ્ધ મતદારો, 18-પાટણમાં 2351 દિવ્યાંગ મતદારો અને 1798 વયોવૃદ્ધ મતદારો, 19-સિદ્ધપુરમાં 2333 દિવ્યાંગ મતદારો અને 1681 વયોવૃદ્ધ મતદારો તેમજ 20-ખેરાલુમાં 2629 દિવ્યાંગ મતદારો અને 1686 વયોવૃદ્ધ મતદારો છે. આ મતદારો માટે ખાસ પોસ્ટલ બેલેટ પેપરથી મતદાનની વ્યવસ્થા કરવામાં આવી છે.

પાટણ જિલ્લામાં જે લોકો 80 થી વધુ ઉંમરના છે અને જે મતદારો દિવ્યાંગ છે તેવા મતદારોને મતદાન ઘરેથી કરવું છે કે મતદાન મથક પર તે અંગે બૂથ લેવલ ઓફિસર્સ દ્વારા અભિપ્રાય લેવામાં આવશે અને ઘરે મતદાન કરવા ઈચ્છતા લોકો માટે બેલેટ પેપરની વ્યવસ્થા કરવામાં આવશે. આવા મતદાર તેમના ઘરેથી બેલેટ પેપર મારફતે મતદાન કરશે તે વખતે ચૂંટણી તંત્ર દ્વારા વિડીયોગ્રાફી પણ કરવામાં આવશે અને નિષ્પક્ષ રીતે મતદાન કરવામાં આવશે.

ચૂંટણીમાં વધુ ને વધુ મતદાન થાય તે માટે વયોવૃદ્ધ તેમજ દિવ્યાંગ મતદારોને મતદાન કરવામાં હાલાકી ભોગવવી ન પડે તે માટે પોસ્ટલ બેલેટની સુવિધા ઉભી કરવામાં આવી છે. ચૂંટણીપંચના આ અભિગમથી વયોવૃદ્ધ મતદારો અને દિવ્યાંગ મતદારો ઘરે બેઠા પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકશે. પરિણામે વધુને વધુ મતદાન થઈ શકશે તેવી આશા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી હોવાનું જાણવા  મળ્યું  છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

શ્રીમંત ફતેહસિંહરાવ લાઇબ્રેરીમાં સાઈબર સીકયોરીટી વિશે સમજ આપવામાં આવી…

પાટણ તા. 26પાટણ કનસડા દરવાજા સ્થિત શ્રીમંત ફતેહસિંહ રાવ...

પાટણ ના સાંતલપુર પંથકના 18 ગામોના અગરિયા પરિવારો ન્યાય માટે આમરણાંત ઉપવાસ પર ઉતયૉ..

ન્યાય નહીં મળે તો આગામી લોકસભાની ચૂંટણી નો બહિષ્કાર...

ACB ની સફળ ટ્રેપમાં જિલ્લા નિરિક્ષક જમીન દફતરની કચેરી પાટણ નોસિનિયર સર્વેયર ફસાયો.

જમીન માપણી કરાવી સીટ મેળવવા અરજદાર પાસે રૂ.7 હજારની...