પદયાત્રા સંઘના આયોજનને લઈ શ્રી ચામુંડા યુવક મંડળ પરિવાર દ્વારા તૈયારીઓનો પ્રારંભ કરાયો…
પાટણ તા. ૩૦
પાટણ પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજીના સાનિધ્યમાં બિરાજમાન શ્રી ચામુંડા માતાજી મંદિર પરિસરના શ્રી ચામુંડા સેવક મંડળ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ ની સાથે સાથે સમાજ કાર્યના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે આગામી દિવાળીના નવા વર્ષના પ્રથમ દિવસે એટલે કે બેસતા વર્ષના દિવસે સૌપ્રથમવાર 200 જેટલા શ્રી ચામુંડા યુવક મંડળ પરિવારના
ભાઈઓ, બહેનો, બાળકો, વડીલો સહિતના માઈ ભક્તોનો પાટણ થી શ્રી ચોટીલા ચામુંડા માતાજી મંદિર પરિસર સુધીનો પદયાત્રા સંઘ આયોજિત કરવામાં આવ્યો હોય જે પદયાત્રા સંઘમાં જોડાનાર તમામ માઈ ભક્તોને શ્રી ચામુંડા યુવક મંડળ પરિવાર દ્વારા સવારે ચા, પાણી, નાસ્તો અને બપોરે તેમજ સાંજના ભોજન સાથે પદયાત્રીઓને મેડિકલ ની તમામ પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવનાર છે.
શ્રી ચામુંડા યુવક મંડળના સેવાભાવી યુવાનો અને મહિલાઓ દ્વારા પદયાત્રાની અત્યારથી જ તૈયારીઓનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. પદયાત્રામાં જોડાનાર તમામમાં ભક્તોને ફરાળી વેફરની સેવા ઉપલબ્ધ બને તેવા શુભ ઉદ્દેશ સાથે ડીસાથી 20 જેટલી બોરી બટેકાની મંગાવી તેની વેફર પાડવાની કામગીરી મંડળની બહેનો દ્વારા બકુલ પાર્ટી પ્લોટ ખાતે શરૂ કરવા માં આવી છે. જે સેવા પ્રવૃત્તિમાં મંડળના સેવાભાવી યુવાનો પણ સહભાગી બની માં ચામુંડાના રૂડા આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી રહ્યા છે.
શ્રી ચામુંડા યુવક મંડળ પરિવાર દ્વારા બેસતા વર્ષના દિવસે સૌપ્રથમવાર નીકળનાર પાટણથી શ્રી ચોટીલા ચામુંડા માતાજીના મંદિર પરિસર સુધીના પદયાત્રા સંધના આયોજનને સફળ બનાવવા શ્રી ચામુંડા યુવક મંડળ પરિવાર દ્વારા શરૂ કરાયેલી પદયાત્રા સંઘની તૈયારીઓને પાટણ પ્રજાપતિ સમાજ દ્વારા પણ સરાહનીય લેખાવામા આવી રહી છે.
અહેવાલ યશપાલ શ્યામી