“જય રણછોડ માખણ ચોર” ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી એ જગન્નાથ મંદિર ના દર્શન કરી ધન્યતા અનુભવી…

જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીગણ સહિત જગન્નાથ ભક્તો દ્વારા ભરતસિંહ ડાભીનું સ્વાગત સન્માન કરાયું…

પાટણ તા. ૩૧
પાટણ લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરતસિંહ ડાભી એ રવિવારે સાંજે પાટણના શ્રી જગન્નાથ મંદિર પરિસર ખાતે પધારી ભગવાન જગન્નાથજીના પુજા-અચૅન સાથે દર્શનનો લાભ લઇ જીત ના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ભરતસિંહ ડાભીની ભગવાન જગન્નાથજીના મંદિર પરિસર ખાતે ની મુલાકાત દરમિયાન ઉપસ્થિત જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીગણ સહિત જગન્નાથ ભક્તો દ્વારા તેઓનું સ્વાગત સન્માન કરી આવકારવામાં આવ્યા હતા.

પાટણ લોકસભા ભાજપના ઉમેદવાર ભરત સિંહ ડાભીએ જગન્નાથ મંદિર પરિસર ખાતે જગન્નાથ મંદિર ટ્રસ્ટનાં ટ્રસ્ટીગણ, સામાજિક આગેવાનો તથા કાર્યકર્તાઓ સાથે મહાપ્રભુ શ્રી જગન્નાથજીની પુજા અચૅના કરી ભગવાન જગન્નાથજી સન્મુખ શિશ નમાવી જીત ના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.

અહેવાલ યશપાલ શ્યામી