નરેન્દ્ર મોદી વિચાર મંચ પાટણ જિલ્લાની બહેનોને નિમણૂંક પત્રો એનાયત કરાયા..

આગામી લોકસભાની ચૂંટણીમાં મતદારોને મતદાન કરવા માટેની જાગૃતિ ફેલાવવા અપીલ કરાઈ..

પાટણ તા. ૩૧
નરેન્દ્ર મોદી વિચાર મંચ પાટણ જિલ્લાના પ્રમુખ ડો.પરીમા રાવલ ની ખાસ ઉપસ્થિતિમાં રવિવારે પાટણ ખાતે મહિલા સંગઠનની મહિલાઓ સાથે મહત્વ ની મીટીંગ યોજાઇ હતી.

આ મિટીંગમા નરેન્દ્ર મોદી વિચાર મંચ પાટણ જિલ્લાના પ્રમુખ ના વરદ હસ્તે જિલ્લાની તમામ મહિલા હોદ્દેદારો ને તેમના નિમણૂક પત્ર એનાયત કરી નરેન્દ્ર મોદી વિચાર મંચના કાર્યક્રમની રૂપરેખા નક્કી કરી ઉપસ્થિત મંચની બહેનોને આગામી લોકસભાની ચૂંટણીમાં મતદારોમા મતદાન જાગૃતિ અંગે સૂચના આપી બહેનોને ચૂંટણીલક્ષી કામગીરી સોંપવામાં આવી હતી.

નરેન્દ્ર મોદી વિચાર મંચ સાથે જોડાયેલ પાટણ જિલ્લાની તમામ બહેનોએ મોદી વિચાર મંચ દ્વારા મળેલી કામગીરીને ખાતરી પૂર્વક કરવા અંગે જિલ્લા પ્રમુખ ડો. પરિમા રાવલ ને હૈયાધારણા આપી હતી.

અહેવાલ યશપાલ શ્યામી