fbpx

શ્રી દશા માતા ના વ્રતના પ્રારંભ પૂર્વે પાટણની બજારોમાં માતાજીની મૂર્તિ ખરીદી માટે ભારે ભીડ જામી…

Date:

પાટણ તા. ૩
અષાઢ માસના છેલ્લા દિવસે એટલે કે દિવાસાના દિવસથી દશામાના વ્રતની શુભ શરૂઆત કરાતી હોય છે.ત્યારે પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં દશામાતા ના વ્રતનું ખુબ જ મહત્વ રહેલું હોય બજારમાં દશામાંની પ્રતિમાની ખરીદી માટે શ્રધ્ધાળુઓ ની ભારે ભીડ જોવા મળી હતી. દરેક લારીઓ અને દુકાન દારોને ત્યાં અવ-નવા શણગાર વડે દશામાની મૂર્તિને સજાવીને દશામાતા ના ભકતોને આકર્ષકના પ્રયત્નો કરાયા હતા તો માતાજી ની મૂર્તિ ખરીદી માટે બજારોમાં મહિલાઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો.

પાટણ શહેર સહિત જિલ્લામાં દશામાનાં 10 દિવસીય વ્રતનો ભક્તિ અને શ્રદ્ધાનાં અવિરત પ્રવાહ વચ્ચે અષાઢ વદ અમાસને રવિવારથી પ્રારંભ થઇ રહ્યો છે. મહિલાઓ સહિત કેટલાક પુરુષો પણ દશામાનું વ્રત કરી 10 દિવસ સુધી માતાજીની આરાધના કરે છે,

ત્યારે વ્રત પૂર્વે પાટણની બજારોમાં સવાર થીજ દશામા ની મૂર્તિઓ અને પૂજાપાની સામગ્રી ખરીદવા માટે ગ્રામ્ય વિસ્તાર અને શહેર માંથી મહિલાઓ મોટી સંખ્યા માં વિવિધ લારીઓ અને દુકાનો ઉપર ઉમટી હતી. પાટણ મા પીઓપી ની મૂર્તિની સામે માટીની મૂર્તિઓની માંગ વધી હોય દર વર્ષ કરતા ચાલુ વર્ષે માટી માંથી બનાવેલી મુર્તીઓની માંગ વધુ હોવાનું મૂર્તિકારોએ જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

સ્વચ્છ ભારત અભિયાન ના લીરે લીરા ઉડાવતુ પાટણ નું કુણધેર ગ્રામ પંચાયત..

ગામમાં આવેલ રામદેવપીર મંદિર માગૅ પર ખડકાયેલા ગંદકીના ઢગ...