fbpx

પાટણ શહેરના અલગ અલગ વિસ્તારમાં રખડતાં ઢોર ની હડફેટે બે ઈસમો ગંભીર રીતે ધવાયા..

Date:

પાટણ તા. ૪
પાટણમાં રખડતા ઢોરો નો ત્રાસ દિવસે દિવસે શહેરીજનો માટે અસહ્ય બની રહ્યો છે ત્યારે અવારનવાર રખડતાં ઢોરો રાહદારીઓ,વાહનચાલકો ને હડફેટે લેતા હોવાના કિસ્સા પણ વધી રહ્યાં છે. આવા જ વધુ બે નાગરિકો ગતરોજ રખડતાં ઢોર નો શિકાર બની ગંભીર રીતે ધવાતા બન્ને સારવાર માટે શહેરની જુદી જુદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ ના બળિયાપાડા ના રહેવાસી અનિલભાઈ લક્ષ્મણભાઈ પટેલ ગઈકાલે શહેર ના સુદામા ચોકડી નજીક વિપુલ પાર્ટી પ્લોટ પાસેથી પસાર થઇ રહ્યા હતા.

ત્યારે માગૅ પર રખડતા બે માતેલા આખલાઓ શિગડે ભરાતા અને તે આખલા પૈકીના એક આખલો દોડી ને અનિલભાઈ સાથે અથડાતા તેઓ રોડ પર પટકાતાં અનિલભાઈ ને હાથે પગે અને માથા ના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેઓને તાત્કાલિક સારવાર માટે શહેર ની જનતા હોસ્પીટલ ખાતે આઇસીયુ માં ખસેડવામાં આવ્યા હતા જયાં હાલમાં તેઓની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે..

તો શહેરના રોકડીયા ગેટ સ્વામી ની શેરી માં રહેતાં સ્વામી પરિવાર ના એક સભ્ય સાંજના સમયે ગાય માતાને રોટલી નાખવા રોડ પર નિકળતા એક ગાયે તેઓને હડફેટે લેતાં તેઓ પણ રોડ પર પટકાતાં તેઓ ના પગના ભાગે ફેકચર થતાં શહેર ની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા જયા તેઓનું ઓપરેશન કરવાની ફરજ પડી હોવાનું પરિવારજનો એ જણાવ્યું હતું.પાટણ શહેરના મુખ્ય માગૅ સહિત મહોલ્લા,પોળો અને સોસાયટી વિસ્તારમાં વધતાં જતાં રખડતાં ઢોરોના ત્રાસ ને નિવારવા પાલિકા દ્વારા ઢોર ડબ્બા ની કામગીરી સધન બનાવાઈ તેવી માગ શહેરીજનો માં ઉઠવા પામી છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ જિલ્લા સેવા સદન ખાતે શહીદ દિન નિમિતે બે મિનીટનું મૌન પાળી અંજલી અર્પણ કરાઈ..

પાટણ તા. 30સોમવારે શહીદ દિન નિમિતે શહીદ વીરોની સ્મૃતિમાં...

સંખારી ખાતે આયોજિત સ્વરોજ ગાર તાલીમ શિબિર નો સમાપન સમારોહ યોજાયો..

પાટણ તા. ૧૫સ્વરોજગાર તાલીમ શિબિર અંતગતૅ પાટણ તાલુકાના સંખારી...

પાલિકા આપના વોર્ડમાં કાર્યક્રમ અંતર્ગત વોર્ડ નંબર 9 ના રહીશોએ સમસ્યાઓની ઝંડી વરસાવી….

પાલિકા પ્રમુખ-ઉપપ્રમુખ સહિત વિસ્તારના કોર્પોરેટરોએ રહીશોની સમસ્યાના નિરાકરણ માટે...

પાટણ હેડપોસ્ટ ઓફિસ ખાતે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક “આપકા બેક આપકે દ્વાર” કાર્યક્રમ યોજાયો..

પાલિકા પ્રમુખ,કારોબારી ચેરમેન સહિત ના મહાનુ ભાવોએ ખાસ ઉપસ્થિત...