fbpx

પાટણ પત્રકારો ના આદર્શ અને પાટણ માહિતી કચેરી ના પૂવૅ સહાયક માહિતી નિયામક ભરતભાઈ રાવલ ના ૭૦ મા જન્મ દિવસ ની શુભેચ્છાઓ વ્યક્ત કરાઈ.

Date:

પાટણ તા. ૨૯
પાટણ માહિતી કચેરીના પૂર્વ સહાયક માહિતી નિયામક અને પાટણ પત્રકારોના આદર્શ ચંદ્રુમાણા નિવાસી ભરતભાઇ દેવશંકર રાવલનો ગુરૂવારના પવિત્ર દિવસે ૭૦ માં જન્મ દિવસ ની તેઓના પરિવારજનો સહિત પાટણના પત્રકાર આલમે શુભેચ્છાઓ વ્યક્ત કરી છે પાટણ માહિતી ખાતામાં પૂર્વ સહાયક માહિતી નિયામક અને સક્રિય કાર્યકર્તા એવા ભરતભાઈ રાવલનું આજીવન સદચારિત્ર્ય અને ઉચ્ચ વિચારો સાથે આદર્શ બની રહ્યું છે.

એક સમયે અંગ્રેજી ભાષા નું આજના જેવું ચલણ નહોતું ત્યારે તેઓ તેનું આતરરાષ્ટ્રીય મહત્વ સમજી ફાકડુ અંગ્રેજી બોલી શકતા હતા.તેઓ સારા લેખક અને વક્તા ઉદ્ઘોષક પણ રહ્યા.2000 થી વધારે કટાર લેખન કર્યું. સમગ્ર પાટણ જિલ્લાની નાની મોટી સંસ્થાઓને તેઓએ પોતાનો શબ્દદેહ આપ્યો છે.

બ્રહ્મ સમાજ સહિત વિવિધ સામાજિક સંગઠન સંસ્થાઓમાં તેઓની સેવાઓ ઉમદા રહી.ચંદ્રુમાણા ઔદિચ્ય બ્રહ્મ સમાજ પ્રગતિ મંડળ અને તપોધન બ્રાહ્મણ સમાજના સંગઠનના ગુજરાતના મંત્રી પદે રહી અનેકવિધ સમાજ પ્રવૃત્તિઓ તેઓ દ્રારા કરવામાં આવી છે.જુવેનાઈલ બોર્ડના સભ્ય તરીકે પણ તેઓ એ સુંદર કામ કર્યું છે તો જિલ્લા યુવક સોસાયટીમાં સભ્ય પદ પણ તેઓએ શોભાવ્યું છે.

ચંદ્રુમાણા ગામમાં સ્વાધ્યાય પ્રવૃત્તિ શરૂ કરાવી, બ્રહ્માકુમારી સેન્ટર શરૂ કરાવ્યું. રોટરી ગ્રામ્ય દળ યુનિટ શરૂ કરાવ્યું. રોટરી ક્રેડિટ સોસાયટી પણ બનાવી હતી. પણ કોઈ કમનસીબે ને કારણે તે બંધ થઈ ગઈ. ગામના યુવક મંડળમાં અનેક નાટક શો ફંડ એકત્ર કરવા માટે કર્યા. મહાદેવ મંદિર હોય કે અન્ય મંદિર,શાળા, સંકુલ કે યુનિવર્સિટી જનૉલિઝમ વિભાગ ને હંમેશા યથાયોગ્ય તેઓ સહયોગી રહ્યા છે.

દિકરા હોય કે દીકરી, માતા પિતા પાસે ભગવાનની તે અમાનત હોય છે. તેઓના ત્રણ મૂકબધિર સંતાનો સહિત પૌત્ર, પુત્રવધૂ ના પાલન પોષણ નું દાયિત્વ તેઓ સહજતાથી નિભાવી રહ્યા છે. તેઓ જનરલ નોલેજના જેટલા પ્રવિણ છે તેટલા જ આધ્યાત્મિક જ્ઞાન નું પણ એટલુંજ ગહન ધરાવે છે.

છતાં તેઓ એક સામાન્ય વ્યક્તિત્વ તરીકે સાદગી પૂર્ણતા સાથે અલગારી સંસારી તરીકે નું જીવન જીવી રહ્યા છે. પરમ કૃપાળુ પરમાત્મા તેઓના ૭૦ મા વર્ષે પ્રવેશ પ્રસંગે તેમનું આરોગ્ય તંદુરસ્ત અને મસ્ત રાખે તેવી પ્રાર્થના સહ તેઓના આજના ૭૦ મા જન્મ દિવસે તેઓના પરિવારજનો સહિત પાટણના પત્રકાર મિત્રો દ્રારા ખુબ ખુબ અભિવંદન સાથે શુભેચ્છાઓ.

હેપ્પી બર્થડે ભરતભાઈ રાવલ સર…

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ APMC ની ખેડૂત વિભાગની ઔપચારિક યોજાયેલી ચૂંટણીમા BJP પેનલ નો વિજય…

ચૂંટણી પૂર્વે ભાજપ પેનલ ને સમર્થન આપનાર ઉમેદવારને એક...