google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ એટીએમ માથી મળેલ રૂ. 5 હજારની રકમ બેંક મેનેજરને પરત કરી માનવતા મહેકાવી…

Date:

પાટણ તા. ૫
પાટણ ખાતે રહેતા ઈશ્વરભાઈ નાગરદાસ પટેલ ગઈકાલ પાટણની સ્ટેટ બેંક ના એટીએમ ની અંદર પોતા ના અંગત કામ ખાતર પૈસાની જરૂરિયાત હોય પૈસા ઉપાડવા માટે ગયેલ હતા ત્યારે સદર એટીએમ ની અંદર રૂ. 500 ના દરની 10 નોટો કિ. રૂ. 5000 ની ની એટીએમ મશીન મા અડધી બહાર નીકળેલી જોવા મળતા તેઓ દ્વારા તે નોટો લઈને સ્ટેટ બેન્કના મેનેજર ને રૂબરૂ આપીને માનવતાનું ઉત્તમ ઉદા હરણ પૂરું પાડ્યું હતું.

અત્યારે હાલના સમયમાં કેટલીક જગ્યાએ લોકો દ્વારા ફ્રોડ થઇ રહ્યું હોવાનાં દાખલા સામે આવી રહ્યા છે ત્યારે આજના આવા સમયે પણ કેટલાક એવા પણ પ્રામાણિક વ્યક્તિઓ છે કે જેઓને બીનવારસી મળેલી વસ્તુઓ પણ મૂળ માલિકને પરત કરવાના દાખલાઓ બેસાડી રહ્યા છે ત્યારે વધુ એક દાખલો પાટણ ખાતે ની સ્ટેટ બેંક ના એટીએમ માથી રૂ. 5 હજારની મળેલ રકમ પટેલ ઈશ્વરભાઈ નાગરદાસ દ્વારા બેંક મેનેજર ને પરત કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા બેંક મેનેજરે તેઓની ઈમાનદારી ને સરાહનીય લેખાવી આભારની લાગણી વ્યક્ત કરી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ જિલ્લામાં સમાવેશ કરાયેલ એસ્પિરેશનલ સાંતલપુર તાલુકાની પાટણ ડીડીઓ પ્રજાપતિ એ મુલાકાત લીધી…

પાટણ જિલ્લામાં સમાવેશ કરાયેલ એસ્પિરેશનલ સાંતલપુર તાલુકાની પાટણ ડીડીઓ પ્રજાપતિ એ મુલાકાત લીધી…