fbpx

ભારતીય જનતા પાર્ટી પાટણ લોકસભા બુથ પ્રમુખ અને શક્તિ કેન્દ્ર સંયોજક સંમેલન યોજાયું..

Date:

પાટણ તા. ૫
૩- પાટણ લોકસભા ભારતીય જનતા પાર્ટી ના બુથ પ્રમુખ અને શકિત કેન્દ્ર સંયોજક સંમેલન શુક્રવારે ગુજરાત પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ ની ખાસ ઉપસ્થિત મા પાટણ ખાતે યોજાયું હતું. આ સંમેલનમાં ઉપસ્થિત રહેલા પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલે જણાવ્યું હતું કે પાટણના બુથ પ્રમુખો અને શકિત કેન્દ્રના સયોજકો અને કાર્યકતૉ નો ઉત્સાહ જોતા ભાજપના ઉમેદવાર ની જીત નિશ્ચિત છે. ઉમેદવાર પ્રત્યે કદાચ નારાજગી હોવા છતાં.

ઉમેદવાર મા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને ધ્યાનમાં રાખીને ભાજપ ને વિજય બનાવવા આહવાન કરી કાયૅ કતૉ ઓને બીજાના પર વિશ્વાસ કરવાની જગ્યા એ જાતે જ મહેનત કરવા સાથે બુથ પ્રમુખો ને આ ટુ એ ની બેઠક હોવાનું જણાવી પાટણના ઉમેદવાર ને જીતાડવા પ્લાનિંગ જરૂરી હોવાનું જણાવી કોગ્રેસના ઉમેદવાર ની ડીપોઝીટ ડુલ થાય તે રીતે બુથના નેતા ઓને બેઠક પુણૅ થયાં બાદ તેમની ટીમ સાથે તે ઓ ના ધરે બેઠક બોલાવી સંપૂર્ણ પેજ સમિતિ તૈયાર કરી દરેક પેઝ કમીટી ના નિવાસ સ્થાને ઝંડી લહેરાવી વડીલ મતદારો અને દિવ્યાંગ મતદારો નો ઘરે ઘરે સંપકૅ કરી મતદાન કરાવવાની વ્યવસ્થા ઉપલબ્ધ બનાવવા નું જણાવી ચુટણી પ્લાનીગસાથે જીતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હેટ્રિક સાથે સાથે ગુજરાતની 26 બેઠકો પર પણ હેટ્રિક અપાવવા આહવાન કર્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત રહેલા પાટણ લોકસભા બેઠકના ઉમેદવાર ભરતસિંહ ડાભી એ જણાવ્યું હતું કે આ લોકસભાની ચુંટણી દેશમાં ઈતિહાસ બની રહેનાર છે કારણકે ગુજરાત ના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી વડા પ્રધાન પદે હેટ્રિક નોધાવવાનાં છે. તેઓએ કોગ્રેસના શાસનમાં ભોગવવી પડતી હાલાકીઓને લઇ આકરા પ્રહાર કરી આગામી લોકસભાની બેઠક પરથી પાટણ લોકસભા બેઠક 5 થી 7 લાખ મતોથી વિજય બનશે તેવો હુંકાર કરી તેઓએ ગત પાચ વષૅમાં પાટણ ના સાંસદ તરીકે કરેલા વિકાસ કામો ની રૂપરેખા રજૂ કરી આગામી લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપ નો વિજય નિશ્ચિત હોવાનો આશાવાદ વ્યકત કર્યો હતો.

સિધ્ધપુર ના ધારાસભ્ય અને કેબીનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતે પણ ભાજપના વિકાસ કામો જન જન સુધી પહોંચાડી પુનઃ ભાજપને પાચ લાખ મતોથી વિજય બનાવવા આહવાન કરી ભારતને વિશ્વગુરૂ બનાવવા માં સહભાગી બનીએ તેવી અપીલ કરી હતી. ત્રણ પાટણ લોકસભા ભારતીય જનતા પાર્ટી બુથ પ્રમુખ અને શક્તિ કેન્દ્ર સંયોજકના સંમેલનમાં રાધનપુર કોંગ્રેસના અગ્રણી અને પાટણ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના પૂર્વ નેતા ફરશુંભાઈ ગોકલાણી પોતાના વિશાળ સમર્થકો સાથે ભાજપ મા પ્રવેશતા તેઓને પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ સહિતના ભાજપ આગેવાનોએ કેસરિયો ખેસ પહેરાવી પાર્ટી માં  આવકાર્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ સિદ્ધિ સરોવર ફિલ્ટર પ્લાન્ટ પાછળ અજાણ્યા યુવકની તરતી લાશ મળી આવી..

અજાણ્યા યુવકની હત્યા કે આત્મહત્યા મામલે પોલીસે ચક્રો ગતિમાન...

પાટણ જી.ઇ.બી.ના એક્ઝિક્યુટિવ એન્જિનિયર સુરજીત ભટ્ટાચાર્ય ને હુંફાળુ વિદાયમાન અપાયું..

પાટણ જી.ઇ.બી.ના એક્ઝિક્યુટિવ એન્જિનિયર સુરજીત ભટ્ટાચાર્ય ને હુંફાળુ વિદાયમાન અપાયું.. ~ #369News

સિદ્ધપુર ખાતે આયોજિત જિલ્લા કક્ષાના ધ્વજવંદન સમારોહ ની તૈયારીઓનું નિરીક્ષણ કરતાં જિલ્લા કલેક્ટર…

26મી જાન્યુઆરીના રોજ સિદ્ધપુર ખાતે યોજાનાર જિલ્લા કક્ષાના ધ્વજવંદન...