દાઝેલા લોકોને પ્રાથમિક સારવાર માટે ઊંઝા,પાટણ અને મહેસાણા ખસેડાયા.
પાટણ તા. ૧૮
મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકા ના બ્રાહ્મણ વાડા ગામ માં લાભપાંચમ ના પવિત્ર દિવસે શ્રી ગણપતિ દાદા મંદિર ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માં મંદિર પરિસરની બહાર ફટાકડા ની આતિશબાજી દરમ્યાન ગેસ ના ફુગ્ગા ફુટવાની ઘટના સજૉતા ૩૦ જેટલા લોકો સામાન્ય થી ભારે રીતે દાઝ્યા હોવાનું જાણવા મળ્યું છે.
આ ઘટનાની મળતી હકીકત મુજબ મહેસાણા જિલ્લાના ઊંઝા નજીક આવેલા બ્રાહ્મણવાડા ગામે લાભ પાંચમના પવિત્ર દિવસે શ્રી ગણપતિ દાદા મંદિર નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભક્તિ સભર માહોલમાં ઉજવાઈ રહ્યો હતો. ત્યારે મંદિર પરિસરની બહાર ફટાકડાની આતિશબાજી કરાતા ફટાકડા નો સળગતો તણખલો મંદિર પરિસર ના નાકે ગેસના બાટલા દ્વારા ફુલાયેલ ગેસ ના ફુગ્ગાને અડકતા ની સાથેજ ધડાકા સજૉવાની સાથે ગેસના ફુગ્ગા ફૂટવાથી અનેક લોકો દાઝયા હતાં.
દાઝેલા લોકો ને તાત્કાલિક ઊંઝા સિવિલ હોસ્પિટલે પ્રાથમિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.જેમાથી કેટલાક લોકોવધુ રીતે દાઝેલા હોય વધુ સારવાર અર્થે પાટણ ધારપુર હોસ્પિટલ તેમજ મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
મહેસાણા જિલ્લાના ઉંઝા તાલુકાના બ્રાહ્મણવાડા ગામે લાભ પાંચમના દિવસે શ્રી ગણપતિ દાદા મંદિર પરિસરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમ્યાન સર્જાયેલી ઘટનાના પગલે અફરા તફરી નો માહોલ સર્જાયો હતો. જોકે બનાવમાં કોઈ જાન હાની નહી થતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
અહેવાલ યશપાલ સ્વામી