પાટણ તા. ૫
પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે ઊર્જા સંરક્ષણ પર વર્કશોપ યોજાયો જેમાં ૧૦૦ થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને જાહેર જનતાએ ભાગ લીધો હતો. નિષ્ણાત ગાઈડ દ્વારા ઇન્ટરેક્ટિવ મોડેલ ના માધ્યમથી સહભાગીઓને ઊર્જા સંરક્ષણનો નિયમ, તેનું મહત્વ અને ઊર્જા સંરક્ષણ માટે લેવાના જરૂરી પગલાં સાથે પુન:પ્રાપ્ય ઊર્જા સ્ત્રોતો અને તેની કાર્યપ્રણાલી વિશે નિદર્શન કરવામાં આવ્યું હતું.
સાયન્સ સેન્ટરના પ્રોજેકટ ડાયરેક્ટર ડો. સુમિત શાસ્ત્રીએ જણાવ્યુ કે ખરાબ પર્યાવરણીય અસર અને આબોહવા પરિવર્તન રોકવા, કુદરતી સંસાધનોનું સંરક્ષણ વધારવા, ઊર્જાનો અયોગ્ય ખર્ચ ઘટાડવા સાથે ભાવિ પેઢીઓ માટે ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા માટે ઊર્જા સંરક્ષણ એ ખુબજ મહત્વ ધરાવે છે તેથી આપણે બને એટલો ઊર્જા નો અયોગ્ય વપરાશ ઘટાડી પર્યાવરણ બચાવવામાં ભાગીદાર બનવા હિમાયત કરી હતી.
અહેવાલ યશપાલ સ્વામી