પાટણના રીજીયોનલ સાયન્સ સેન્ટરમાં એસ.કે. ટ્રસ્ટના પ્રફુલભાઇ કે. શાહ દ્વારા સ્માર્ટ ક્લાસનું દાન અર્પણ કરાયું..
પાટણ તા. ૫
પાટણ આજે જેના માટે ગૌરવ લઇ શકે તેવું રીજીયોનલ સાયન્સ સેન્ટર અને ડાયનાસોરપાર્ક પાટણ શિહોરી રોડ ઉપર આકાર પામેલ છે.આ સેન્ટરની અત્યાર સુધી 9,34,654 જેટલા શાળાના વિદ્યાર્થીઓ – મુલાકાતીઓએ વિજીટ કરી આ અદ્ભુત સેન્ટરને નિહાળવાનો રેકોર્ડ કરેલ છે. આ સેન્ટરમાં આજે “સેવંતી લાલ કાન્તીલાલ ટ્રસ્ટ (એસ.કે. ટ્રસ્ટ) મુંબઇ, હસ્તે પ્રફુલભાઇ કાન્તીલાલ શાહ તરફથી સ્માર્ટ ક્લાસનું દાન અપૅણ કરવામાં આવેલ હતું. આ સ્માર્ટ ક્લાસના અર્પણવિધિ પ્રસંગે દાતા પ્રફુલભાઇ શાહ, સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉ. સુમિતભાઇ શાસ્ત્રી, હર્ષદભાઇ ખમાર, અશોકભાઇ વ્યાસ, રાજ મહારાજા સહિત પ્રફુલભાઇ શાહ પરિવારના પ્રવિણભાઇ શાહ અને સુધાબેન શાહ ઉપસ્થિત રહ્યા હતા..
આ પ્રસંગે ડૉ. સુમિતભાઇ શાસ્ત્રીએ આ સાયન્સ સેન્ટર વિષે વિગતે માહિતી આપી રાજ્યમાં શરૂ થયેલ આ પ્રકારના સાયન્સ સેન્ટરોમાં પાટણ સેન્ટરમાં સૌથી વધારે મુલાકાતીઓ આવ્યા હોવાનું તેમણે જણાવેલ. આ સેન્ટર પાટણની વર્લ્ડ હેરીટેઝ રાણકીવાવ સાથે પાટણનું એક સૌથી વિશેષ આકર્ષણ બન્યુ હોવા નું પણ તેમણે જણાવેલ હતું. ડાયરેક્ટર ડૉ. સુમિત શાસ્ત્રીએ એસ.કે. પરિવાર અને પ્રફુલ ભાઇ નો સ્માર્ટ ક્લાસનું દાન આપવા બદલ આભાર માન્યો હતો. આ પ્રસંગે સાયન્સ સેન્ટરના ફેીસલીટી મેનેજર જીત પટેલ,મેન્ટેન્સ મેનેજર હરેશ પટેલ, કોમ્યુનિકેશન મેનેજર ઉજ્જવલકુમાર, ટેક્નીકલ આસિસ્ટન્ટ જનક તપોધને પણ હાજર રહી પૂરક માહિતી પૂરી પાડેલ હતી.
અહેવાલ યશપાલ સ્વામી