fbpx

અઘારના શ્રી કુવારીકા માતાજીના બે દિવસીય ઉજવાતા મેળાનો ભક્તિ સભર માહોલમાં પ્રારંભ કરાયો…

Date:

પાટણ તા. ૭
પાટણના સરસ્વતી તાલુકા ના અઘાર ગામે આવેલ કુંવારિકા માતાજીનો પરંપરાગત યોજાતા બે દિવસીય લોકમેળા નો રવિવારે ભક્તિ સભર માહોલ મા પ્રારંભ થયો હતો.આ પ્રસંગે દુર દુરથી દર્શનાર્થે હજારોની મેદની ઉમટી પડતાં હૈયે હૈયુ દબાય એવી ભીડ જામી હતી. પાટણ શહેર નજીક અઘાર ગામમાં રવિવારે કુંવારિકા મૈયાના લોકો ત્સવની રંગત જામી હતી. ગામના પટેલ મહોલ્લામાંથી સવારે વેલડા જોડી કુંવા રિકા માતાજીની વાજતે ગાજતે રથયાત્રા કાઢવામાં આવી હતી.
.

કુવારીક માતાજી ની મંદિરમાં આરતી ઉતારીને મૈયાની મૂર્તિ‌ને રથમાં બિરાજમાન કરાઇ હતી. જ્યાં હજારો ની જનમેદનીએ માતાજીના દર્શનનો લાભ લીધો હતો. અમદાવાદ, સુરત, મુંબઇ તેમજ પાટણ અને આજુ બાજુ ના શ્રદ્ધાળુઓએ કુંવારિકા માતાજીના દર્શનાર્થે અને રથયાત્રા નિહાળવા ઉમટયા હતા.

પ્રાચીન મંદિરથી નીકળેલી રથયાત્રામાં દર્શનાર્થીઓએ અબીલ ગુલાલ, ચોખા અને ફુલોની વર્ષા કરી માતાજી ના વધામણા કર્યા હતા. ગામમાં રથયાત્રા ફરી તળાવ કિનારે આવેલા પાળેશ્વર મહાદેવ મંદિરે પહોંચી હતી. જ્યાં કુંવારિકા મૈયા રાતવાસો કરશે અને સોમવારે માતાજીનું પુન: નિજ મંદિરે સ્થાપન કરવા માં આવશે.મેળા દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ તે માટે ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. રવિવાર થી શરૂ થયેલ આ બે દિવસીય મેળામાં મોટી સંખ્યામાં લોકોએ માતાજી ના દર્શનનો લાભ લીધો હતો.

તો કુવારિકા માતાજી ની માનતા બાધા દ્રારા પુત્ર પ્રાપ્તી થયેલ મહિલાઓએ શ્રીફળ, સળગતી સગડી સાથે ગામના ગોદરેથી બે હાથ રૂમાલથી બાંધી તેમાં શ્રીફળ મૂકીને કુંવારિકા માતાજીના મંદિરે ઉધાડા પગે પહોંચી હતી.

જ્યાં માતાજીને શિશ નમાવીને શ્રીફળ વધેરી શ્રદ્ધાપૂર્વક પોતાની બાધા પૂર્ણ કરી ધન્યતા અનુભવી હતી. અધાર ખાતે શ્રી કુવારિકા માતાજી ના બેદિવસીય મેેળામાં મનો રંજન ના સાધનો અવનવી ચગડોળ, ચકરડી, રાઇડ્સ, ગોઠવાતા બાળકોએ મઝા માણી ખાણી-પીણીના સ્ટોલો પર નાસ્તાં પાણીની જિયાફત માણી હતી. અધાર ના શ્રી કુવારિકા માતાજી ના મેળામાં દુર દુર થી આવતા ભક્તજનો માટે ગામના સરપંચ સહિત ડેલિકેટો દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી છે.

Share post:

Subscribe

Popular

More like this
Related