હવન-યજ્ઞ, 28 કીર્તનની સેવા, ધજાદંડ, મહા આરતી અને પ્રસાદની ઉછામણીમા યજમાન પરિવારોએ લાભ લીધો..
પાટણ તા. ૭
પાટણ પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજીની આગામી તારીખ 13 એપ્રિલના રોજ જન્મ જયંતી પર્વની ભક્તિ સભર માહોલમાં વિવિધ ધાર્મિક ઉત્સવ સાથે શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટ, શ્રી પદ્મનાભ ઉત્સવ સમિતિ અને શ્રી પદ્મનાભ મુક્તિધામ સમિતિ સહિત સમસ્ત પ્રજાપતિ સમાજ દ્વારા કરવામાં આવનાર છે. ભગવાન શ્રી પદ્મનાભજી ના જન્મ જયંતિ મહોત્સવ નિમિત્તે યોજાનાર ધાર્મિક ઉત્સવોની ઉછામણી શનિવારે રાત્રે નરસિંહજી ભગવાનના મંદિર પરિસર ખાતે યોજવામાં આવી હતી.
જેમાં હવન યજ્ઞના યજમાન પદે ચંદ્રિકાબેન હર્ષદ ભાઈ ઉજમભાઈ સ્વામી પરિવાર, ભગવાનની 28 કીર્તનની સેવા ના યજમાન ઓમ ગ્રુપ પરિવાર, ધજા દંડના યજમાન પ્રજાપતિ યુથ ક્લબ પરિવાર હસ્તે દશરથ ભાઈ પ્રજાપતિ અંબિકા મંડપ વાળા,મહા આરતી યજમાન ભાવિક ભાઈ અરવિંદભાઈ સ્વામી, મહાઆરતી અને હવન ની પુણૉહૂતિ બાદ પ્રસાદ ના યજમાન સ્વ.આશાબેન મનસુખભાઈ સ્વામી પરિવારના હેતલબેન યશપાલ ભાઈ સ્વામી, ગોપેશ્વર મંડળ અને ઠંડા પાણીની સેવાના યજમાન પદે ઓમ ગ્રુપ પરિવારે ઉછા મણી બોલી લ્હાવો લીધો છે.પાટણ પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભની જન્મ જયંતી પવૅ ની ઉજવણી ને યાદગાર બનાવવા આયોજકો દ્રારા સુંદર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.
અહેવાલ યશપાલ સ્વામી