fbpx

પાટણ ખાતે વડાપ્રધાન ની વર્ચુઅલ ઉપસ્થિતી તેમજ મુખ્યમંત્રીની પ્રેરક હાજરી માં યુનિવર્સિટી ખાતે નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાશે…

Date:

પાટણ તા. ૫
પાટણ જિલ્લાને વિકાસ કાર્યોની ભેટ મળવા જઈ રહી છે. પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતીમાં તેમજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ની પ્રેરક ઉપસ્થિતીમાં વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત આયોજીત ‘નારી શક્તિ વંદના’ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે.જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ચ્યુઅલી 13 હજારથી વધુ સ્વસહાય જૂથની 1 લાખ 30 હજારથી વધુ મહિલાઓને રૂ.250 કરોડથી વધુની સહાય આપવામાં આવશે.

ઉપરાંત, સિદ્ધપુર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પાટણ જિલ્લાના વિવિધ વિભાગોના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવશે. મુખ્યમંત્રી દ્વારા રૂ. 305.03 કરોડના કુલ 145 જેટલા કામોનું લોકાર્પણ-ખાતમુહુર્ત થશે. જેમાં વિવિધ વિભાગો જેવા કે, માર્ગ અને મકાન (રાજ્ય) વિભાગ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, પંચાયત (સિંચાઈ) વિભાગ, માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ, જિલ્લા આયોજન અધિકારીની કચેરી, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, વિભાગીય નિયામક એસ.ટી મહેસાણા અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના અનેકવિધ કામોનું લોકાર્પણ તેમજ ખાતમુહુર્ત કરવામાં આવશે.

સિદ્ધપુર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અરવડેશ્વર મહાદેવ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પણ સહભાગી થશે.આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત, સાંસદ ભરતસિંહ ડાભી, પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ નાગરિકો ઉપસ્થિત રહેશે.

Share post:

Subscribe

Popular

More like this
Related

રાધનપુર પોલીસે વિદેશી દારૂ નો જથ્થો ભરેલ સ્વીફ્ટ કાર સાથે એક શખ્સને ને ઝડપી લીધો..

આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે ઈસમોને ઝડપી લેવા ચક્રો...

પાટણના આનંદ સરોવરને નયન રમ્ય બનાવવા પાલિકા દ્વારા પુનઃ ચક્રો ગતિમાન કરવામાં આવ્યા.

આનંદ સરોવરમાં જામેલી લીલ સ્વરૂપે ની ગંદકીને દૂર કરવા...

આગામી લોક સભાની ચુંટણીને ધ્યાન મા રાખીને અનુસુચિત જાતિ મોરચા દ્વારા યુવા મમતદાર નોધણી અભિયાન શરૂ કરાયુ..

આગામી લોક સભાની ચુંટણીને ધ્યાન મા રાખીને અનુસુચિત જાતિ મોરચા દ્વારા યુવા મમતદાર નોધણી અભિયાન શરૂ કરાયુ.. ~ #369News