fbpx

પાટણ પ્રજાપતિ પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ ની ફાઇનલમાં રિયાસૅ ઈલેવન ચેમ્પિયન બની..

Date:

પાટણ તા. ૭
પાટણ પ્રજાપતિ સમાજ ના ક્રિકેટ ખેલાડીઓને પ્લેટફોર્મ પૂરું પાડવા પાટણ પ્રજાપતિ પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રજાપતિ સમાજના ક્રિકેટ ખેલાડી ઓની જુદી જુદી ક્રિકેટ ટીમોએ ભાગ લીધો હતો. આ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ શ્રી પદ્મનાભ વાડીના ગ્રાઉન્ડ ખાતે રિયાસૅ ઈલેવન અને ફેની ઈલેવન વચ્ચે રમાઈ હતી.

જેમાં રિયાસૅ ઈલેવન વિનર બનતા તેઓને સ્પોન્સર ડી-મેટ્રિક્સ ના ઓનર સ્વામી વિપુલકુમાર મનુભાઈ તરફથી વિજેતા ટ્રોફી અને રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી. જયારે રનસૅ અપ ફેની ઈલેવન ટીમ ને પણ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.

પાટણ પ્રજાપતિ પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ માં વિજેતા બનેલ અને રનસૅઅપ રહેલી ટીમના કેપ્ટન ને પ્રજાપતિ નીરવભાઈ (બટુક) તરફથી સ્માર્ટ વોચ ભેટ સ્વરૂપે અપૅણ કરવામાં આવી હતી. શ્રી પદ્મનાભ વાડી ગ્રાઉન્ડ ખાતે પાટણ પ્રજાપતિ પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ ના આયોજનને સફળ બનાવવા પ્રજા પતિ જીગર, પ્રજાપતિ હિતેશ, પ્રજાપતિ પરાગ, સ્વામી અમિત, સ્વામી પરેશ, પ્રજાપતિ અમિત, પ્રજાપતિ જીગર ( મોબાઈલ)સહિતના ખેલાડીઓએ જહેમત ઉઠાવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણની કે. કે. ગલ્સૅ શાળા સંકુલમાં દાતા ના સહયોગ થી તૈયાર કરાયેલ “નિરવ ઉદ્યાન” નું લોકાર્પણ કરાયું..

શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીનીએ માતૃશાળાને ઉધાન અપૅણ કરી વિધાર્થીઓને આત્મ...