પાટણ તા. ૮
વઢીયાર ધરાની પુણ્ય શાળી ભૂમિ અને સ્વામી શ્રી કૌશલાનંદ ગીરી બાપુ ની ભજન ભૂમિ સાથે સમર્થ શ્રી પ્રાગદાસ બાપા ની જન્મભૂમિ એવા જુના માંકા ગામે આવેલ તળાવ ની ટેકરી ઉપરના શ્રી શિવ સંગમ સંન્યાસ આશ્રમના સ્વામી મૂર્ખાનંદ બાપુ (1992 અયોધ્યા ના કારસેવક) ની ટેકરી ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ તથા કૌશલાનંદ ગીરી બાપુ નો ભંડારો અને સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન ઉત્સવના આયોજન ની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
જે અનુસંધાને સેવક સમુદાયમાં હનુમાનજી મહારાજની ભક્તિ અને શક્તિનું અવતરણ થાય અને સનાતન સંસ્કૃતિ નું પણ જતન થાય તે અનુસંધાને હનુમાન ચાલીસા નું દિવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું.
જેમાં ક્રાંતિકારી અને યુવા સંત પ્રકાશાનંદજી બ્રહ્મચારીજી પંચમુખી હનુમાનજી મંદિર આદિપુર ના મહંત . તેમજ સંતશ્રી વિજય ગીરી મહારાજ.ગરનાળા,વિશ્વ હિન્દુ પરિષદ પ્રાંત સદસ્ય નીતિનભાઈ વ્યાસ અને આજુબાજુ ના ગ્રામજનો, ભક્ત સમુદાય દ્વારા હનુમાનજી મહારાજની હનુમાન ચાલીસા નું પઠન અને ગુરુદત્ત ધૂન કરવામાં આવી હતી.
અહેવાલ યશપાલ સ્વામી