પાટણ તા. ૭
દર વર્ષ ૬ એપ્રિલ ને World Skin Health Day તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. વર્લ્ડ સ્ક્રીન હેલ્થ ડે નિમિત્તે પાટણના સ્ક્રીન સ્પેશિયાલિસ્ટ તબીબોએ પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે ચામડીના ઘણા પ્રકારના રોગો એવા છે કે લોકોને તેની વિશે કોઈજ પ્રકારની જાણકારી નથી અને ખોટી માન્યતા પ્રવર્તે છે .
ચામડીના બધાજ રોગો ચેપી નથી, બધા રોગો અસાધ્ય નથી,સોરાયસિસ જેવા રોગો માટે સારવાર શક્ય છે , કોઢ , રક્તપિત્ત મટી શકે છે. કુદરતી ચામડીનો વાન ભલે કાળો હોય તેને સ્વીકારો અને ચામડી ગોરી બનાવવાં માટે ખોટા પ્રકારની સ્ટેરોઇડ જેવા તત્વો ધરાવતી ક્રિમો જાતે ખરીદીને વાપરવાનું ટાળવું જોઈએ.
ધાધરના રોગો વધી રહ્યા છે કે જેના માટે આપણી બદલાતી જીવન શૈલી કારણભૂત છે , જીન્સ જેવા જાડા કપડાં પહેરવાનું ટાળવું જોઈએ ,તે ચેપી છે તેથી ચેપ ધરવતા દર્દી ના કપડા અલગ ધોવા જોઈએ. સુતરાઉ ના ખુલ્લા વસ્ત્રો પહેરવા જોઈએ.
નિષ્ણાત તબીબની સલાહ મુજબ પૂરે પૂરી સારવાર લેવી જોઈએ કોઇ તબીબની સલાહ વગર જાતે સારવાર કરવાનું ટાળવું જોઈએ દરેક સફેદ દાગ એ કોઢ કે રક્તપિત્ત નથી હોતા માટે તેનું જેટલું જલ્દી બને એટલું નિદાન કરાવવું જોઈએ,રક્તપિત્તની તમામ દવા સરકારી દવાખાના માં વિનામૂલ્યે મળે છે તેનો લાભ લઈએ અને સરકારના રક્તપિત્ત નાબૂદી અભિયાનને સફળ બનાવવા પાટણ ના સ્ક્રીન સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ધનંજય પ્રજાપતિ તેમજ ડોક્ટર નિતીન છત્રાલિયા એ સ્ક્રીન સ્પેશિયલ ડે નિમિત્તે સૌને અપીલ કરી હતી.
અહેવાલ યશપાલ શ્યામી