પાટણ તા. 8
પાટણ લોકસભા ચૂંટણી ને લઈ ગત માર્ચ 29,30 અને એપ્રિલ 6 તારીખે ચૂંટણી ફરજમાં મુકાયેલા 2550 કર્મચારીઓને ચુટણી લક્ષી કામગીરી માટે તાલીમ આપવામાં આવી હતી જે તાલીમ મા 2409 કર્મચારી ઓએ હાજર રહી ચુટણી લક્ષી તાલીમ લીધી હતી જયારે તાલીમ દરમિયાન 141 કર્મચારીઓ ગેરહાજર રહેતા તેમને ચુટણી અધિકારી એવમ કલેકટર દ્વારા નોટિસ ફટકારી તેઓની ગેર હાજરી માટે ખુલાસો રજૂ કરવા જણાવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
આ બાબતે મળતી માહિતી મુજબ પાટણ જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા ચૂંટણીની તૈયારીઓનો ધમધમાટ પુર જોશ માં ચાલી રહ્યો છે. પાટણ ના પોલીટેક્નિક કોલેજ ખાતે અલગ-અલગ મતદાન મથકોમાં મુકવામાં આવેલ 2550 થી વધુ કર્મચારીને જે-તે વિધાનસભા બેઠક ના આર. ઓ. અને એ. આર. ઓ દ્વારા માર્ચ 29 અને 30 અને એપ્રિલ 6 એમ ત્રણ દિવસ ચુટણી લક્ષી તાલીમ ગોઠવામાં આવી હતી જેમાં 2409 કમૅચારી ઓએ ત્રણ દિવસ તાલીમ લીધી હતી. આ ત્રણ દિવસ ની તાલીમમાં કુલા 141 કર્મચારીઓ આગોતરી જાણ કર્યા વગર ગેર હાજર રહ્યા હતા.
જેમાં પ્રિસાઈડીંગ ઓફિસર 14 ,પોલીંગ ઓફીસર 8,પીઓ 16 અને એફ બી ઓ 29 પટાવાળા 73 મળી કુલ 141 કર્મચારીઓ ગેર હજાર રહેતા તમામને જિલ્લા ચૂંટણી અધિકારીએ ચૂંટણીની તાલીમમાં ગેરહાજર રહેવા બદલ નોટિસ પાઠવી તમામ કર્મચારીઓના ખુલાસા પૂછવામાં આવ્યા છે. જો યોગ્ય ખુલાસો નહીં મળે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી