fbpx

અખાત્રીજ ના પવિત્ર દિવસે પાટણ શહેર સહિત જિલ્લાના ખેડૂતોએ નવા વર્ષની ખેતીના શ્રી ગણેશ કર્યા…

Date:

પાટણ તા. ૧૦
પાટણ જિલ્લાના ખેડૂતો એ અખાત્રીજના શુભ મુહૂર્ત મા બળદ ની સંખ્યા ઘટતા ટ્રેક્ટરને કૂમ કૂમ તિલક થી વધાવી જમીનની પૂજા કરી નવા વર્ષ ની ખેતી નો શુભારંભ કર્યો હતો. પાટણ જિલ્લાના ખેડૂતોએ ટ્રેક્ટર દ્વારા ખેતરમાં ઉગમણી દિશાએ ખેતીનું મુહૂર્ત કર્યું હતું. અખાત્રીજે પહેલા ખેડૂતો હળ બળદ થી ખેતી કરતા હતા ત્યારે બળદને હળ સાથે જોડીને બળદની પૂજા કરવામાં આવતી હતી.

ત્યારબાદ ધરતી માતાને સ્વસ્તિક દોરી પૂજા કરી ગોળ ધાણા વહેંચી ખેતીનું ઉત્સાહભેર મુહૂર્ત કરાતું હતું. પરંતુ ખેતી ની પદ્ધતિ પણ આધુનિક બનતાં હળ બળદના બદલે ટ્રેક્ટરો દ્વારા ખેડૂતોએ ખેતીનું મુહૂર્ત કર્યું હતું.ખેડૂતોએ ધરતી માતાની પૂજા કરી ધન ધાન્યમાં અમી રહે તેવી પ્રાર્થના કરી હતી.

પાટણના અનાવાડા ગામ ના વિપુલભાઈ પટેલ નામના ખેડૂતે પણ અખાત્રીજના પવિત્ર દિવસે પોતાના ખેતરમાં સહ પરિવાર સાથે ટ્રેક્ટર ને ચાંદલા કર્યા બાદ ધરતી માતાજીની પૂજા કરી લાલ નાડાછડી બાંધી હળોતરા નાસૈત્રો બાંધી ગોળ,ધાણા વહેંચ્યા હતા.

તો ટ્રેક્ટર પર શ્રીફળ વધેરી , ધરતી માતા અને ખેતીના ઓઝારોની આરતી કરવામાં આવી હતી અને આવનારું વર્ષ ખુબજ સારું જાય, ખેડૂતો પર કુદરત મહેર બાન રહે તે માટે પ્રાર્થના કરી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે એકેડેમિક કાઉન્સિલ ની બેઠક મળી.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે એકેડેમિક કાઉન્સિલ ની બેઠક મળી. ~ #369News