પાટણ તા. ૨૬
પાટણ શહેર એ વિવિધ સંપ્રદાયો ના મહાન સૂફી સંતો ની ભૂમિ છે વિવિધ ધર્મો ના સૂફી સંતો ની મજારો અને સમાધિઓ પાટણ ની પ્રભુતા અને પવીત્રતા માં વધારો કરી રહી છે અને આ મહાન ઐતિહાસિક ધરોહર ને ગૌરવશાળી બનાવી રહી છે.આવા જ એક મહાન સૂફી સંત હજરત બાલા પીર બાવા (ર.અ) જેઓની મજાર શહેર ના નીલમ સિનેમા પાસે આવેલા પનાગરવાડા ના નાકે આવેલી છે. દર વર્ષે ઇસ્લા મિક કેલેન્ડર વર્ષના શબે બરાત ના પ્રવિત્ર દિવસે સંદલ શરીફ ઉજવાય છે જે અંતર્ગત હઝરત બાલા પીર બાવા (ર.અ) નો સંદલ શરીફ ઉજવાયો હતો. જ્યાં તેઓની મજાર પર દરગાહ ના ખાદીમ ઈંદ્રિસભાઈ પનાગર ના હસ્તે ચાદરપોશી કરી ફાતિહા ખ્વાની કરવામા આવી હતી જયાં અકીદતમંદો અને શ્રદ્ધાળુ ઓ એ મોટી સંખ્યામા હાજરી આપી ધન્યતા અનુભવી હતી. પાટણ શહેર તેમજ દેશ ની એકતા અને સલામતી માટે દુઆઓ કરવામાં આવી હતી.
આ પ્રસંગે મજાર ના ખાદીમ ઈંદ્રિશભાઇ પનાગર ,ઉસમાનભાઈ શેખ,યાસીન સુમરા, યાસીન મીરઝા, તેમજ અકીદત મંદો હાજર રહ્યાં હતા.આ પ્રસંગે બાલા પીર દરગાહ ના ખાદીમ ઇદરીશભાઈ પનાગરે જણાવ્યું હતું કે હજરત બાલા પીર બાવા ની દરગાહ હિન્દૂ મુસ્લિમ સમાજ ના અકિદતમંદો માટે આસ્થા અને શ્રદ્ધા નું કેન્દ્ર બની રહી છે ત્યારે હિંદુ મુસ્લિમ સમાજના લોકો એકતા કમિટી બનાવીને બાલાપીર બાવા ની દરગાહનો સંદલ શરીફ અને ઉર્સ મુબારક ઉજવી કોમી એકતાના દર્શન કરાવી રહ્યા હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી