ઈદ ઉલ ફિત્ર રમજાન માસના પવૅ ની ઉજવણીને લઇ મુસ્લિમ પરિવારોમાં અનેરો ઉમંગ છવાયો..
પાટણ તા. ૧૦
વિવિધતામાં એકતા ધરાવતા ભારત દેશમાં વિવિધ સંપ્રદાયના ધાર્મિક તહેવારોની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવે છે. પાટણ શહેરમાં દરેક તહેવારો ભાઈચારા અને કોમી એખલાસની ભાવના સાથે ઉજવાય છે ત્યારે મુસ્લિમ બિરાદરોના પવિત્ર રમજાન પર્વને લઈ મુસ્લિમ સમાજ ના લોકો માં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
મુસ્લિમ તવારીખમાં રમજાન માસને પવિત્ર માનવામાં આવે છે 30 દિવસ દરમ્યાન મુસ્લિમ બીરાદરો ઉપવાસ- રોજા કરી અલ્લાહતાલાની બંદગીમાં મગ્ન થઈ જાય છે.ત્યારે રમજાન માસના અંતિમ દિવસો ચાલી રહ્યા છે. અને ચાંદ દેખાયા બાદ ઈદ ની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે પાટણ શહેરમાં રમજાન ઈદ પર્વને ઉજવવા મુસ્લિમ બિરાદરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
પવિત્ર ઈદ-ઉલ-ફિત્ર રમજાન ઈદ પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે શહેરના મુસ્લિમ વિસ્તારોમાં આવેલ મસ્જિદોને દુલ્હનની જેમ રોશનીથી ઝળહળીત કરવામાં આવી છે. શહેર ના બગવાડા ચોક, બુકડીચોક, પીંજારકોટ, ટાંકવાડા, મુલ્લાવાડ, ગંજીપીર સહિતની મસ્જિદોમાં રંગબેરંગી લાઈટીંગની રોશની ઝળહળીત કરવામાં આવી છે.
ત્યારે અહીંથી પસાર થતા નગરજનો આ રોશનીનો એક નજારો જોવા માટે થંભી જાય છે. આમ પાટણ શહેરમાં આગામી રમજાન ઈદ પર્વને લઈ મુસ્લિમ બિરાદરો દ્વારા મસ્જીદોમાં સાજ-શણગાર સજાવવામાં આવતા રાત્રીનો નજારો અનેરો જોવા મળી રહ્યો છે.
અહેવાલ યશપાલ સ્વામી