આ બાબતની વેપારી દ્રારા પોલીસ ફરિયાદ નોંધાવતા તપાસ હાથ ધરી..
પાટણ તા. ૨૨
શહેરનાં એક પરિવાર સાથે લાખો રૂપિયાનું સાયબર ફોડ થયાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પરિવારનાં સભ્યો ના બબ્બે બેંક ખાતાઓ માંથી કુલે રૂા.2.46 લાખ ઉપડી ગયા બાદ તેઓ ચોંકી ઉઠયા હતા. આ મામલે તેઓએ ગાંધીનગર સાયબર સેલમાં જાણ કરતાં તેઓએ પાટણ જિલ્લા પોલીસ સાયબર ક્રાઈમ પોલીસને આ ફરિયાદ મોકલતાં તેમણે બનાવની તપાસ કરીને સાયબર ફ્રોડનો ભોગ બનેલા પરિવારને જાણ કરી આ મામલે સાયબર છેતરપીંડીનો ભોગ બનેલાએ ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે.
આ બનાવની મળતી માહિતી મુજબ , પાટણનાં નવાગંજમાં એચ.પી. ટ્રેડર્સ નામની પેઢીનાં વેપારી પ્રકાશકુમાર રતિલાલ ઠક્કર રે. રાજવંશી બંગ્લોઝ, મીરા દરવાજા, કેનાલ રોડ, પાટણ બી-ડીવીઝન પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે પ્રકાશ ઠક્કરે તેમનાં વેપારની બચત માટે મહેસાણા અર્બન બેંકનાં ખાતામાં રૂા. 2.98.000 પડેલા હતા અને તેમની દિકરીના આજ બેંકનાં ખાતામાં રૂા. 1,01,841 પડેલા હતા. આ પૈસાથી પ્રકાશભાઈની દિકરીઓની કોલેજની ફી ભરવાની હોવાથી સાચવીને રાખ્યા હતા.
તા.1-10-24નાં રોજ પ્રકાશભાઈ ઠક્કરે પોતાનું રેશનકાર્ડ અપડેટ કરવાનું હોવાથી તેમણે તેમનાં મોબાઈલમાં પ્લે સ્ટોરમાંથી ‘માય રેશનકાર્ડ’ નામની એપ્લીકેસન ડાઉનલોડ કરતાં ની સાથે જ તેમનો ફોન પાંચથી સાત મિનિટ સ્ટોપ થઇ ગયો હતો. જે દરમિયાન મોબાઈલમાં કોઇ કાર્ય થવાનું બંધ થઇ ગયું હતું. ત્યારબાદ મોબાઇલ ખુલ્યો હતો. પણ પ્રકાશભાઇએ તેમાં કોઈ કામ કર્યુ નહોતું.
બીજા દિવસે તા. 2-10-24 નાં રોજ સવારે તેમણે ફોન જોતાં તા. 1-10-24 ની રાત્રે સાડા આઠેક વાગ્યાની આસપાસ તેમનાં મોબાઈલમાં ટેક્સ મેસેજ આવેલો જેમાં મહેસાણા અર્બન બેંકમાં આવેલ સેવિંગ્સ ખાતામાં જમા પડેલા રૂા. 2.98.000 માંથી રૂા.1 લાખ અને તેમની દિકરીનાં ખાતામાંથી રૂા. 87.000 ઉપડી ગયા હતા. જેથી પોતાની સાથે ફ્રોડ થયાનું જણાતાં તેઓએ સાયબર ક્રાઇમની હેલ્પલાઇન નં. 1930 ઉપર ઓનલાઇન અરજી આપી હતી.
ત્યારબાદ પ્રકાશભાઇએ તેમનું તથા તેમની પત્નિનું આઇડીબીઆઇ બેંકનું જોઇન્ટ ખાતાનું સ્ટેટમેન્ટ કઢાવર્તો જે તે વખતે 74,500 પડેલા હતા. તેમાંથી તા. 1-10- 24નાં રોજ 59. 000 ઉપડી ગયા હતા. આથી પ્રકાશભાઇ ફરીથી સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરી હતી.
તેમનાં આ પૈસા અનુક્રમે રૂા. 1 લાખ,87,000 અને 13000 તેમજ રૂા. 46.000 જમા થયેલા છે. જે યુપીઆઈ કોઇ સવિતા ભાર્ગવ અને બંટી ભોજવાણીનાં નામે હોવાનું અને તે તમામ પૈસા કર્ણાટકા બેન્કની અમદાવાદની મેમનગર બ્રાન્ચમાં જમા થયા હોવાનું પોલીસ ની તપાસમાં જણાતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
અહેવાલ યશપાલ સ્વામી