fbpx

પાટણથી સાબુનો જથ્થો ભરીને ડીસા તરફ જઈ રહેલ ટેમ્પો વાગડોદ નજીક પલટી મારી ગયો..

Date:

સાબુ નો જથ્થો રોડ પર વેરણ છેરણ થયો : ટેમ્પો ચાલકને નાની-મોટી ઈજાઓ પહોંચી.

પાટણ તા. 25
પાટણ શહેરના હાશાપુર વિસ્તાર નજીક સાબુની ફેક્ટરી માંથી સાબુનો જથ્થો ભરી ડીસા ડીલેવરી આપવા જઈ રહેલ ટેમ્પો વાગડોદ નજીક અગમ્ય કારણોસર માર્ગ પર પલટી ખાઈ જતા ટેમ્પો માં ભરેલ સાબુનો માલ રોડ પર વેરણ છેરણ થવા પામ્યો હતો. તો બનાવના પગલે માર્ગ પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા જ્યારે ટેમ્પો ચાલકને નાની મોટી ઈજાઓ થઈ હોવાનું પણ જાણવા મળ્યું છે.

આ અકસ્માતની મળતી હકીકત મુજબ પાટણ શહેરના હાશાપુર વિસ્તારમાં આવેલી સાબુની ફેક્ટરી માંથી તૈયાર કરાયેલ સાબુનો જથ્થો ટેમ્પો મારફતે ડીસાના વેપારીને પહોંચાડવા માટે શનિવારે સવારે રવાના કરાયો હતો ત્યારે પાટણ ડીસા હાઇવે માર્ગ પર વાગડોદ નજીક સાબુનો જથ્થો ભરેલ ટેમ્પો અગમ્ય કારણોસર પલટી મારી જતા ટેમ્પામાં ભરેલ સાબુનો જથ્થો રોડ પર વેરણ છેરણ થવા પામ્યો હતો.તો સાબુ ભરેલો ટેમ્પો પલટી ખાઈ જતા ટેમ્પો ચાલકને નાની મોટી ઇજાઓ થવા પામી હતી. બનાવના પગલે માર્ગ પર લોકોના ટોળા એકત્ર થવા પામ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

સરસ્વતી તાલુકાની વામૈયા પ્રાથમિક શાળામાં ૭૭ મો સ્વાતંત્ર પવૅની ઉજવણી કરવામાં આવી.

પાટણ તા. 16 સરસ્વતી તાલુકાની વામૈયા પ્રાથમિક શાળામાં ૭૭...

હારીજ કુરેજાની મુખ્ય કેનાલમાં મહિલાએ અગમ્ય કારણોસર ઝંપલાવ્યુ…

સ્થાનિક તરવૈયાઓએ મહિલાની શોધ ખોળ હાથ ધરી : પરિવારજનોમાં...

ત્રણ વર્ષ નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ અંતર્ગત પાટણ ખાતે પ્રેસ બેઠક યોજાઈ..

નવી શિક્ષણ નીતિમાં કૌશલ્ય પર ભાર મુકવામાં આવ્યો છે.. ગ્લોબલ...

હિન્દુ સ્મશાન ભૂમિ ખાતે દેવાધિદેવ શ્રી મહાદેવજી ની પ્રતિમાનું ડો.લંકેશ બાપુના વરદ હસ્તે અનાવરણ કરાયુ…

હિન્દુ સ્મશાન ભૂમિ ખાતે દેવાધિદેવ શ્રી મહાદેવજી ની પ્રતિમાનું ડો.લંકેશ બાપુના વરદ હસ્તે અનાવરણ કરાયુ… ~ #369News