google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ લોકસભા ઉમેદવાર ભરત ડાભીએ પ્રચંડ શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી નોંધાવી .

Date:

પાટણ તા. ૧૬
લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવા અંગેની શરૂઆત થઈ ગઈ છે ત્યારે મંગળવારે પાટણ લોક સભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરત ડાભીએ પાટણ ની જૂની શિશુ મંદિર શાળા ખાતે જન સભા ને સંબોધી હતી.

ત્યારબાદ ખુલ્લી જીપ માં લોકોના અભિવાદન ઝીલતા રેલી સ્વરુપે શિશુ મંદિર ખાતે થી મદારસા, દોશીવટ બજાર, હિંગળાચાચર, બગવાડા દરવાજા, રેલ્વે સ્ટેશન,પાલિકા બજાર, કોલેજ રોડ, કલેકટર કચેરી ખાતે મહાનુભાવોની ઉપસ્થિતિમાં બપોરે 1,10 કલાક ના વિજય મુહૂર્તમાં તેઓ ફોર્મ ભરવા માટે પાટણ કલેક્ટર કચેરી ખાતે પહોંચી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. જયારે ડમી ઉમેદવાર તરીકે ઉપાધ્યક્ષ નદાજી ઠાકોરે ફોર્મ ભર્યું હતું. પાટણ લોકસભા બેઠક પર કુલ ચાર ફોર્મ ભરાયા છે જેમાં ભાજપ ના ઉમેદવાર ભરત સિંહ ડાભી, બહુજન સમાજવાદી પાર્ટીના પરમાર બળદેવભાઈ જગદીશભાઈ, અપક્ષ ઉમેદવાર ભોરણીયા સોયબભાઈ હાસમભાઈ અને ભાજપના ડમી ઉમેદવાર તરીકે નંદાજી વાઘાજી ઠાકોરે ઉમેદવારી ફોર્મ ભર્યું હોવાનું સૂત્ર તરફથી જાણવા મળ્યું છે.

ફોર્મ ભરતી વખતે તેમની સાથે પાટણ પ્રભારી જગદીશ વિશ્વકર્મા, પ્રદેશ પૂર્વ મહામંત્રી કે.સી.પટેલ, રાધનપુર ના ધારાસભ્ય લવીંગજી ઠાકોર, જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, નગર પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, ચાણસ્માના પૂર્વ ધારાસભ્ય દિલીપ ઠાકોર,પૂવૅ પંચાયત મંત્રી રણછોડભાઈ દેસાઈ, વિપુલ ચૌધરી, જિલ્લા ભાજપ પ્રમુખ ડો. દસરથજી ઠાકોર, શહેર પ્રમુખ કિશોર મહેશ્વરી, મોહન ભાઈ પટેલ સહિત સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ શહેરના છીડીયા દરવાજા વિસ્તારમાં ઉદભવેલી દૂષિત પાણીની અને લિકેજ પાઇપ લાઇન ની સમસ્યા નું પાલિકા દ્વારા નિરાકરણ લવાયું..

પાટણ શહેરના છીડીયા દરવાજા વિસ્તારમાં ઉદભવેલી દૂષિત પાણીની અને લિકેજ પાઇપ લાઇન ની સમસ્યા નું પાલિકા દ્વારા નિરાકરણ લવાયું.. ~ #369News