મંદિરને રંગબેરંગી ફૂલોથી સુશોભિત બનાવી માતાજીની પૂજા અર્ચના સાથે હવન યજ્ઞ કરાયો..
પાટણ તા. ૧૬
ચૈત્રી માસમાં વિવિધ દેવી દેવતાઓના મંદિર પરિસર ખાતે ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ ભક્તિ સભર માહોલમાં કરવામાં આવી રહી છે ત્યારે પાટણ શહેરના સાલવી વાળા ચોકમાં આવેલા શ્રી જબરેશ્વરી માતાજી ના મંદિર પરિસરના દ્વિતીય પાટોત્સવની ચૈત્ર સુદ આઠમના પવિત્ર દિવસે ભક્તિમય માહોલ વચ્ચે વિવિધ ધાર્મિક ઉત્સવો સાથે ઉજવણી કરવામાં આવી હતી.
શ્રી જબરેશ્વરી માતાજીના દ્વિતીય પાટોત્સવ નિમિત્તે મંદિર પરિસરને રંગબેરંગી ફૂલોથી સુશોભિત બનાવી માતાજીની સુંદર આંગી સાથે પૂજા અર્ચના કરવામાં આવી હતી. ત્યારબાદ મંદિર પરિસર ખાતે આયોજિત હવન યજ્ઞમાં યજમાન પરિવારે બિરાજમાન થઈ ભૂદેવના શાસ્ત્રોકત મંત્રોચાર વચ્ચે વિધિ સંપન્ન કરાવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ઉપસ્થિત રહી શ્રી જબલેશ્વરી માતાજીના હવન યજ્ઞના દર્શન પ્રસાદનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.
અહેવાલ યશપાલ શ્યામી