પાટણ તા. ૧૩
પાટણના સાંતલપુર ખાતે આવેલ લોહાણા સમાજ ની વાડી ખાતે શનિવારે ડીવાયએસપી ની ઉપ સ્થિતિ માં સાતલપુર પોલીસ સ્ટેશનના પી. એસ. આઇ સહિત જીવદયા પ્રેમી કનુભાઈ રાજગોર ની ઉપસ્થિતિમાં સાતલપુર તાલુકાના બોર્ડર ના ગામો ના પોલીસ ગ્રામ મિત્રો સાથે સુરક્ષા બાબતે મહત્વ ની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં સાતલપુર તાલુકો આંતરરાષ્ટ્રીય એટલે કે પાકિસ્તાનની બોર્ડરને અડીને આવેલો હોય તેને ધ્યાનમાં રાખીને આ વિસ્તારની અંદર અખંડ ભારત નું જે આપણું સપનું છે તે તૂટે નહીં ગામની અંદર કોઈ અજાણ્યો વ્યક્તિ કે શંકાસ્પદ વ્યક્તિ જણાય તો પોલીસને જાણ કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સાથે સાથે બોર્ડર વિસ્તાર હોય છૂટો છવાયો વિસ્તાર હોય આ વિસ્તારની અંદર સોલાર જેવી અન્ય કંપનીઓ પણ આવેલી હોય તેની અંદર કોઈ બહારનો નાગરિક નોકરીના બહાને રહી દેશને નુકસાન ન પહોંચાડી શકે તેનું ધ્યાન રાખવા અને આવા વ્યક્તિની જાણ તાત્કાલિક પોલીસને કરવા અલગ અલગ અધિકારીઓ દ્વારા માગૅદશૅન આપવામાં આવ્યું હતું.
સાતલપુર તાલુકાના પોલીસ મિત્રો અને પોલીસ વચ્ચે સમન્વય જળવાઈ અને અખંડ ભારત વિભાવના જળવાઈ રહે કોઈ પણ વિદેશી નાગરિક આપણા વિસ્તારની અંદર આવી અને દેશને નુકસાન કરવાની હિંમત ન કરે તેને લઈને સ્થાનિક લોકોને જાગૃત કરવા ગામની અંદર આવતા કોઈ પણ વ્યક્તિ શંકાસ્પદ દેખાય તો તેની તપાસ કરી પોલીસને જાણ કરી પોલીસને સહયોગ આપવા અને દેશનું રક્ષણ કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે તમામ ગામના પોલીસ મિત્રો સાથે સાતલપુર પીએસઆઇ, ડીવાયએસપી અને જીવદયા પ્રેમી કનુભાઈ રાજગોર સહિતના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ યશપાલ સ્વામી