કોરોના સમયે વીજબીલ પેટેની ચડેલી રૂ. 3.50 કરોડની રકમને ચૂકવવા સરકારમાંથી વગર વ્યાજની લોન મેળવવા દરખાસ્ત કરાઈ..
પાટણ તા. 18
પાટણ નગરપાલિકાનું દર મહિને અંદાજિત રૂપિયા 70 લાખનું લાઈટ બિલ આવતું હોય અને અગાઉ કોરોનાના સમયમાં નગરપાલિકામાં આવક ઓછી હોવાના કારણે અંદાજ રૂપિયા 3.50 કરોડની રકમ વીજબીલ પેટે જીઈબીમા ચૂકવવાની બાકી હોય ત્યારે પાટણ નગરપાલિકાનું વીજ ભારણ ઘટાડવા શહેરના સિદ્ધિ સરોવર પાસે આવેલા ફિલ્ટર વોટર પ્લાન્ટ ખાતે રૂફટોપ સિસ્ટમ કાર્યરત બનાવી દર મહિને તેના આવતા વીજ બિલ રૂ. 17 થી 18 લાખ માંથી ઘટાડો થઈને અંદાજીત 2 લાખ જેટલો ઘટાડો થવા પામ્યો છે.
છતાં પાટણ નગરપાલિકાનું દર મહિને આવતું વીજબીલ અંદાજિત રૂપિયા 70 લાખ જેટલું હોય અને અગાઉના પણ 3.50 કરોડ રૂપિયાની રકમ વીજ બિલ પેટે જીઈબીની બાકી ચડી હોય જેને ધ્યાનમાં રાખીને હાલમાં નગરપાલિકામાં એડવાન્સ વેરા વસુલાત ની કામગીરી માં આવતી રકમ માંથી જીઈબી ને રૂપિયા 58 લાખનો ચેક વીજ બિલ પેટે જમા કરાવવામાં આવ્યો છે.
તો આ સિવાય અગાઉના વીજ બિલ પેટે જીઈબીમા પાલિકાના બાકી વીજ બિલ ના રૂ. 3.50 કરોડની રકમ જમા કરાવવા પાલિકા દ્વારા સરકાર પાસેથી વગર વ્યાજની લોન મેળવવા દરખાસ્ત કરી હોય જે દરખાસ્ત લોકસભાની ચૂંટણી ની આચાર સહિતાને લઈ હાલમાં પેન્ડિંગ હોય ચુંટણી પુણૅ થયે લોન પાસ થતાં પાટણ નગરપાલિકા નું બાકી વીજ બિલ પણ ભરપાઈ કરી નગરપાલિકાની આવક માથી સરકાર પાસેથી મળનારી વગર વ્યાજની લોનની રકમ ક્રમશઃ જમા કરાવાશે તેવું પાટણ નગરપાલિકા ના ચિફ ઓફિસરે જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ શ્યામી