fbpx

પાટણમાં નિમૉણ પામેલ મણીભદ્ર હાઈટ્સ ખાતે એક્ટિવ ગ્રુપ દ્વારા અબોલ જીવો માટે પાણીની કુંડી અને કુંડાઓનું નિશુલ્ક વિતરણ કરાયું…

Date:

પાટણ તા. ૧૧
પાટણ શહેરના બગવાડા દરવાજા નજીક પાટણના જાણીતા બિલ્ડર દિલીપ ભાઈ પટેલના સહયોગ થી નવીન સાહસરૂપ નવ નિર્માણ પામેલ મણીભદ્ર હાઇટ્સ ખાતે મંગળવાર ના રોજ અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતી પાટણની અગ્રેસર સંસ્થા એક્ટિવ ગ્રુપ દ્વારા અબોલ જીવો માટેની નિસ્વાર્થ સેવા અર્થે અગાઉની જેમ પક્ષીઓ માટે પાણીના કુંડાઓ અને શ્વાનો માટે પાણીની કુંડીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

એક્ટિવ ગ્રુપ પાટણ દ્વારા જીવ દયા ની સેવા ભાવના સાથે આયોજિત કરાયેલ પાણીની કુંડી અને પાણી ના કુંડાઓના વિતરણનો લાભ પાટણમાં જીવદયા ની પ્રવૃતિ કરતાં જીવદયા પ્રેમીઓના વરદ હસ્તે કરવા માં આવ્યું હતું. અબોલ જીવોની સેવા અર્થે કરાયેલા આ કાર્યક્રમમાં શ્વાનોને પીવા માટેની 75 કુંડીઓ અને અબોલ પક્ષીઓ માટે પાણીના 1100 કુડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

એક્ટિવ ગ્રુપ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં પાટણના જીવદયાપ્રેમીઓ મનોજભાઈ પટેલ, પિયુષ ભાઈ આચાર્ય, યતીનભાઈ ગાંધી, હર્ષદભાઈ પંચોલી, સરકારી વકીલ મિતેશભાઇ પંડ્યા, જયેશભાઈ પટેલ, મુકેશ ભાઈ દેસાઈ, વિનોદભાઈ જોશી, અશ્વિનભાઈ જોશી, રમેશભાઈ સોલંકી, શૈલેષ નાઈ, જયેશ દરજી, રાજુભાઈ લોકવાણી, રઘુભાઈ રામી, મુકેશભાઈ ભુવાજી, યશપાલ સ્વામી સહિત ના જીવદયા પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા અને એક્ટિવ ગ્રુપની સેવાકીય પ્રવૃત્તિને સરાહનીય લેખાવી હતી.

કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા તમામ જીવદયા પ્રેમીઓનું એક્ટિવ ગ્રુપના પ્રમુખ અલ્પેશભાઈ પટેલ, સ્થાપક પ્રમુખ દિલીપ ભાઈ પટેલ, મંત્રી વિકાસ પટેલ, ઉપપ્રમુખ મહેશ ભાઈ પટેલ સહિત એક્ટિવ ગ્રુપના પૂર્વ પ્રમુખો સભ્યોએ ઉપસ્થિત રહી આભારની લાગણી વ્યક્ત કરી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે જોગણીયા માતાજીના સગડી દશૅન કરી ગ્રામજનો પાવન બન્યા..

પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે જોગણીયા માતાજીના સગડી દશૅન કરી ગ્રામજનો પાવન બન્યા.. ~ #369News