શાસ્ત્રોક્ત મંત્રોચાર વચ્ચે યજમાન પરિવારો દ્વારા વિધિ સંપન્ન કરાવાઈ..
પાટણ તા. ૧૯
પાટણ પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ શ્રી પદ્મનાભ ભગવાનના સાનિધ્યમાં આવેલા શ્રી ગોપેશ્વર મહાદેવ મંદિર પરિસરનો શુક્રવારના પવિત્ર દિવસે ભૂમિ પૂજન અને શિલાન્યાસ વિધિ નો પવિત્ર પ્રસંગ ભક્તિ સભર માહોલ વચ્ચે યજમાન પરિવારની ઉપસ્થિતિમાં આયોજિત કરવામાં આવ્યો હતો.
શ્રી ગોપેશ્વર મહાદેવ મંદિર પરિસરના પુન: જીર્ણોદ્ધારને લઈને આયોજિત કરાયેલા ભૂમિ પૂજન અને શિલાન્યાસ વિધિમાં યજમાન પરિવારના સ્વર્ગસ્થ રમણ કાંતાબેન મફતલાલ પ્રજાપતિ પરિવાર તથા અ.સૌ. કમલાબેન બાબુભાઈ પ્રજાપતિ પરિવારના મનોજકુમાર બાબુભાઈ પ્રજાપતિએ બિરાજમાન થઈ નાતગોર જયેશભાઈ પંડ્યા સહિતના ભૂદેવ ના મંત્રોચ્ચાર વચ્ચે શાસ્ત્રોક્ત વિધિ સંપન્ન કરાવી હતી.
આ ધાર્મિક પ્રસંગે યજમાન પરિવાર સહિત દાતા પરિવારો,સમાજના આગેવાનો સહિત સમાજના સેવા ભાવી યુવાનો એ ઉપસ્થિત રહી ધાર્મિક વિધિના દર્શન પ્રસાદ નો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.
આ પ્રસંગે સમાજની ૮૧ કુમારિકાઓને ગોપેશ્વર મહાદેવ મંદિર પરિસરના સેવક પરિવાર દ્વારા પાણીની બોટલ અને રોકડ ભેટ અપૅણ કરવામાં આવી હતી.
શ્રી પદ્મનાભ ભગવાન ની વાડી પરિસર ખાતે શ્રી ગોપેશ્વર મહાદેવ મંદિરના પુન:જીર્ણોદ્ધાર નિમિત્તે આયોજિત કરાયેલા ભૂમિ પૂજન અને શિલાન્યાસ વિધિના ધાર્મિક પ્રસંગ ને સફળ બનાવવા શ્રી ગોપેશ્વર મહાદેવ સેવકસમિતિના ઈશ્વરભાઈ જયભોલે, શાંતિભાઈ સ્વામી,વિજય સ્વામી, યશપાલ સ્વામી, કનુ ભાઈ મિસ્ત્રી, કનુભાઈ વકીલ, દિનેશભાઈ પ્રજાપતિ, હિરેનભાઈ પ્રજાપતિ, દીપકભાઈ માસ્તર, અરવિદ પ્રજાપતિ, નરેન્દ્રભાઈ માર્બલ વાળા, પિયુષ પ્રજાપતિ, મુકેશભાઈ પ્રજાપતિ, અશોકભાઈ પ્રજાપતિ, સાગર પ્રજાપતિ, ભાઈચંદ ભાઈ પ્રજાપતિ, દશરથભાઈ પ્રજાપતિ, મહેશભાઈ દલવાડી, નવનીતભાઈ પ્રજાપતિ સહિત ના સભ્યો સાથે શિવભક્તો એ જહેમત ઉઠાવી હતી.
અહેવાલ યશપાલ શ્યામી