fbpx

કેન્દ્રીય ચૂંટણીપંચ ‘સક્ષમ’ એપ્લિકેશન દ્વારા કરી રહ્યુ છે દિવ્યાંગ મતદારોની મદદ…

Date:

પાટણ તા. ૧૯
કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-2024ની જાહેરાત થયા બાદ રાજ્ય માં કોઈ પણ વ્યક્તિ મતદાનથી વંચિત ન રહી જાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાજ્યમાં ત્રીજા તબક્કામાં ગુજરાત માં તા.07 મેના રોજ મતદાન થવાનું છે તેથી તમામ વર્ગના વ્યક્તિઓ મતદાન કરી શકે અને તેઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે જિલ્લા વહીવટીતંત્ર કટીબદ્ધ છે. ખાસ કરીને દિવ્યાંગો માટે કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. દિવ્યાંગોને મતદાન કરવામાં કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે તે અર્થે સક્ષમ એપ્લિકેશન વિકસાવવામાં આવી છે. આ એપ્લિકેશન મારફતે દિવ્યાંગ મતદારોને પોતાનો કિંમતી વોટ આપવામાં સરળતા રહેશે.

આજના ડિજિટલ યુગમાં તમામ કામ ટેકનોલોજી મારફતે થઈ રહ્યા છે. તેથી દેશનું ચૂંટણી પંચ પણ ડિજિટલ ટેકનોલોજી આધારિત વિવિધ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને મતદારોને સુવિધાઓ આપવા તેમજ મતદારોની સમસ્યાઓનું સમાધાન કરવા માટે કટીબદ્ધ છે. કેન્દ્રીય ચૂંટણીપંચની Water Helpline App, CVigil App વગેરે મોબાઈલ Applicartion થી મતદારો સુપેરે પરિચિત છે. આવી જ એક અન્ય એપ છે SakshamApp જે ખાસ દિવ્યાંગજનો માટે ડિઝાઈન કરવામાં આવી છે. ભારતનું ચૂંટણી પંચ દિવ્યાંગ મતદારો (PwDs)ને વિશેષ સેવાઓ પ્રદાન કરીને મતદાર ઓળખ અને નોંધણી પ્રક્રિયાને સરળ બનાવવા માટે કામ કરી રહ્યું છે. એક નવા પ્રોગ્રામ હેઠળ, દિવ્યાંગો એ તેમની આવશ્યક વિગતો ચૂંટણી પંચ સાથે ખાસ ડિઝાઇન કરેલી એપ્લિકેશન દ્વારા શેર કરવાની જરૂર છે જેને તેઓ તેમના Android અને iOS ફોન પર સરળતા થી ડાઉનલોડ કરી શકે છે.

આ એપ PwDsને મતદાનના દિવસે વ્હીલચેર માટે અરજી કરવાની સુવિધા પણ આપે છે. સક્ષમ એપ દિવ્યાંગ મતદારોને મતદાન કરવા, તેમનું મતદાન મથક શોધવા અને તેમનો મત આપવા માટે નોંધણી કરવામાં મદદ કરવા માટે સંખ્યા બંધ સુવિધાઓ પ્રદાન કરે છે. આમ આ રીતે દિવ્યાંગ મતદારો માટે સક્ષમ એપ આશિર્વાદરૂપ સાબિત થઈ રહી છે.

આ એપ્લિકેશનમાંઅવાજ સહાય (વોઈસઆસિસ્ટન્ટ), દ્રષ્ટિની ક્ષતિ ધરાવતા પીડબલ્યુડી માટે અવાજ સહાય પૂરી પાડે છે, ટેક્સ્ટ -ટુ-સ્પીચ શ્રવણશક્તિ ન ધરાવતા પીડબ્લ્યુડી માટે ટેક્સ્ટ-ટુ-સ્પીચ પ્રદાન કરે છે,આ એપ મતદાન મથકોની માહિતી પૂરી પાડે છે જેમાં મતદાન મથકનું સ્થાન, મતદાન મથક પર ઉપલબ્ધ સુવિધાઓ અને મતદાન અધિકારીઓના સંપર્ક વગેરે, જો દિવ્યાંગ મતદારને ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેતી વખતે કોઈ પણ મુશ્કેલી પડે તો આ એપ તેઓને ફરિયાદ નોંધાવવાની મંજૂરી પણ આપે છે, મતદાનના દિવસે Wheelchair માટે વિનંતી કરી શકાય છે.

પ્રથમ વખત ભાગ લઈ રહેલા દિવ્યાંગ મતદારોએ રજિસ્ટ્રેશન કરવા માટે તેમના રાજ્ય, જિલ્લા અને વિધાનસભા મત વિસ્તાર સાથે તેમનું નામ, સરનામું અને મોબાઇલ નંબરની વિગતો પ્રદાન કરવી, નોંધાયેલા મતદારોએ રજિસ્ટ્રેશન માટે તેમના મતદાર ઓળખપત્રમાં ઉપરની બાજુ દર્શાવેલો તેમનો EPIC નંબર આપવો, એકવાર રજિસ્ટ્રેશન થઈ ગયા બાદ બૂથ-લેવલના અધિકારી અન્ય ઔપચારિકતાઓ પૂર્ણ કરવા માટે તેમના ઘરે જશે. તે પછી, મતદાર ઓળખપત્રો તેમના સરનામાં પર મોકલવામાં આવશે.

દિવ્યાંગ મતદારો માટે સક્ષમ એપ એક મૂલ્યવાન સાધન છે.આ એપ્લિકેશન ઉપયોગ માં સરળ છે તેથી જ વિશેષ સુવિધાઓથી સજ્જ આ એપ PwDs માટે મતદાન નોંધણી કરવાનું, તેમનું મતદાન મથક શોધવાનું અને તેમનો મત આપવાનું સરળ માધ્યમ બની છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

યુનિવર્સિટીમા અનુસ્નાતક અભ્યાસક્રમમાં પ્રવેશ માટે ઑનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ : તા.3 જુન સુધી ફોમૅ ભરી શકાશે..

પાટણ તા. ૨૩પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન અનુસ્નાતક...