પાટણ તા. ૧૯
પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિન્દ્ર પટેલ દ્વારા આગામી લોકસભાની ચુંટણી – ૨૦૨૪ ને ધ્યાનમાં રાખીને પાટણ જિલ્લામાં ગેરકાયદેસર હથિયારના ગુન્હાઓ શોધી કાઢવા કરેલ સુચના આધારે પાટણ એસ. ઓ. જી ઇન્ચાર્જ પીઆઈ આર. જી. ઉનાગર ના માર્ગદર્શન હેઠળ ટીમે એકશન પ્લાન બનાવી એસ. ઓ. જી. શાખા ની ટીમ સરસ્વતી પોસ્ટે. વિસ્તારમા પેટ્રોલીગમા હતી તે દરમ્યાન ખાનગી રાહે બાતમી મળેલ કે સલીમખાન કેશરખાન ખ્યાલખાન જાતે.સિંધી (ડફેર) ઉં.વ.આ.૫૫ રહે. સરીયદ, મોરબીપુરા તા.સરસ્વતી જિ.પાટણ વાળો વોળાવીથી કુબા ગામ તરફ જતા રોડની બાજુમાં બાવળોની ઝાડીમાં પોતાની પાસે ગે.કા.દેશી હાથ બનાવટની બંદૂક સાથે ફરે છે જે હકીકત આધારે સદર જગ્યાએ ટીમે રેડ કરતા ઉપરોકત ઇસમ ને દેશી હાથ બનાવટની બંદુક નંગ-૦૧ કિ.રૂ ૨,૫૦૦/- સાથે દબોચી સરસ્વતી પો.સ્ટે.માં સુપ્રત કરી તેની સામે આર્મ્સ એકટનો ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાયૅવાહી હાથ ધરી હોવાનું પોલીસ સુત્રો તરફથી જાણવા મળ્યું છે.
અહેવાલ યશપાલ શ્યામી