fbpx

સિધ્ધપુર પોલીસે ક્રિકેટ સટ્ટાના જુગારના મુદ્દામાલ સાથે ક્રિકેટ સટોડીયા ને આબાદ ઝડપી લીધો..

Date:

રોકડ રકમ, શિફ્ટ કાર અને ક્રિકેટ સટ્ટા નુ સાહિત્ય પોલીસ હસ્તગત કરી ક્રિકેટ સટ્ટામાં સંડોવાયેલા અન્ય આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન બનાવ્યા.

પાટણ તા. 3
પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ક્રિકેટ મેચ ઉપર સટો રમાડતા કેટલાક ક્રિકેટ સટોડીયાઓ સક્રિય બનતા પોલીસ તંત્ર દ્વારા આવા ક્રિકેટ સટોડીયાઓને ઝડપી લઇ યુવાધનને બરબાદ થતું બચાવવા ચક્રો ગતિમાન બનાવ્યા છે ત્યારે સિદ્ધપુર પોલીસે ક્રિકેટ ના સટ્ટાનો જુગાર રમાડતા એક ક્રિકેટ સટોડીયા ને મુદ્દામાલ સાથે રંગે હાથ ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક ડબરાલ દ્વારા પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં દારૂ જુગારના અને ક્રિકેટના સટ્ટાના ગુન્હા શોધી કાઢવા સારૂ કરેલી સુચના ને ધ્યાનમાં રાખીને નાયબ પોલીસ અધિક્ષક કે.કે પંડયાના માર્ગદર્શન હેઠળ સિધ્ધપુર પી.આઈ જે .બી.આચાર્ય ની સુચના અને સીધા માર્ગદર્શન હેઠળ તા- 1 એપ્રિલ ના રોજ સિધ્ધપુર પોલીસ સ્ટાફના માણસો સાથે પેટ્રોલીગમા હતા દરમ્યાન હકીકત મળેલ કે હાલમા ચાલુ ટાટા આઇ પી એલની મેચ નં 2 પંજાબ કીંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સની ક્રીકેટ મેચનો ઉપર ક્રિકેટ સટોડીયા દ્વારા મોબાઇલો રાખી પૈસાથી મોબાઇલ ફોન ઉપર ગ્રાહકોના સોદાઓ લઇ ક્રિક્રેટ ના સેશનના સોદાઓ લખી ક્રિક્રેટ સટ્ટો રમી રમાડે છે

અને હાલમા તે પોતાની ગાડી નં GJ-01-H5-7308 સ્વીફ્ટ ડીઝાયર કાર લઇ બીલિયા ગામે પ્રકાશ વિધ્યાલય વાળા રોડ ઉપર ઉભેલ છે અને તેની આ પ્રવુતિ હાલમા ચાલુ છે જે હકીકત આધારે સિદ્ધપુર પોલીસે સદર જગ્યાએ પંચો સાથે રેડ કરી પટેલ દિનેશભાઇ રામાભાઇ હે તાવડીયા તા-સિધ્ધપુર જી.પાટણને આબાદ ઝડપી લઈ તેની પાસે થી રોકડ રકમ રૂ. 26289 તેમજ swift કાર કિંમત રૂ. 3 લાખ, બે મોબાઇલ કિ. રૂ. 23 હજાર અને ક્રિકેટનો સટ્ટો લખેલ સાહિત્ય મળી કુલ રૂપિયા 349280 નો મુદ્દા માલ જપ્ત કરી ક્રિકેટના સટ્ટામાં સંડાવાયેલા ઘનશ્યામભાઈ રહે. ભેસ્તાન સોનારા સુરત વાળાને ઝડપી લેવાના ચક્રો ગતિમાન બનાવ્યા હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

સિધ્ધપુર શહેર સહિત તાલુકા વિસ્તારમાં કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો..

જિલ્લાના અધિકારી પદાધિકારી સહિત ના મહાનુભાવો એ ઉપસ્થિત રહી...

સિધ્ધપુર શહેર સહિત તાલુકાના 17 ગામોમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ નો પ્રારંભ કરાયો..

આંગણવાડીઓના ભૂલકા ઓને શણગારેલી રીક્ષા અને eeco ગાડીમાં ફેરવવામાં...

પાટણ શહેર ભાજપ આયોજિત પાટણ કા રાજા ગણેશ મહોત્સવનું સમાપન કરાયું..

પાટણ કા રાજાની ભક્તિ સંગીતના સુરો વચ્ચે વિસર્જન યાત્રા...