google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ શહેર માંથી મોઢ મોદી ઘાંચી જ્ઞાતિ સમાજના પાટણ થી બહુચરાજી જવા સંધે પ્રસ્થાન કયુઁ..

Date:

પાટણ તા. ૧૯
ચૈત્રી નવરાત્રીમાં જપ, તપ, સાધના અને અનુષ્ઠાન સહિત મૈયાની બાધા માનતાનું વિશેષ મહત્વ રહેલું છે. ત્યારે પાટણ શહેરમાં વસતા મોઢ મોદી ઘાચી જ્ઞાતિ સમાજના લોકોએ વડવાઓની વર્ષો જૂની પ્રણાલીને આજે પણ અકબંધ જાળવી રાખી છે. ચૈત્ર સુદ અગીયારસના દિવસે સંઘપતિશ્રી રાજકાવાડા જીલ્લા મોઢ મોદી જ્ઞાતિ સમાજ પાટણ, મુખ્ય સંઘવી સ્વ. પ્રેમીલાબેન ઈશ્વરલાલ પુનમચંદ બાંડીવાળા પરિવારના હરેશકુમાર ઈશ્વરલાલ મોદી ,દિપીકાબેન હરેશકુમાર મોદી પરિવાર આયોજીત સંઘ રાજકાવાડા માં આવેલ રૂપામા મંદિર ખાતે પૂજા વિધિ કરી યાત્રાધામ બહુચરાજી ધામ ખાતે જવા વાજતે ગાજતે ધજા સાથે શુક્રવારે શુભ મૂહૅત મા પ્રસ્થાન પામ્યો હતો.

પાટણ શહેરમાં વસતા મોઢ મોદી જ્ઞાતિ સમાજ દ્વારા પ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી ખાતે પ્રથમ દિકરા-દિકરીની બાધા માનતા ચૈત્રી નવરાત્રીમાં પૂર્ણ કરવામાં આવે છે. છેલ્લા ઘણા વર્ષોથી મોદી સમાજ દ્વારા ચૈત્રી અગિયારસના દિવસે પાટણ થી બહુચરાજી ખાતે સંઘ જવા પ્રસ્થાન થાય છે જે અનુસંધાને આજે શુક્રવારે રાજકા વાડા માં આવેલ રૂપામા માતાજી મંદિર ખાતે થી સંઘવી પરિવાર દ્વારા મૈયાની ધજા પતાકા ની પૂજા કરી વાજતે ગાજતે સંઘની શોભાયાત્રા શહેરના જાહેરમાર્ગો પર નીકળી હતી .આ શોભા યાત્રા માં શણગારેલ બગીઓમાં યજમાન પરિવાર બિરાજમાન બન્યાં હતા.

તો મુખ્ય યજમાનને બળદ ગાડા બેસાડવા માં આવ્યા હતા. આ શોભાયાત્રામાં 2 ઉંટલારીઓ,3 બેન્ડ સાથે હજારો શ્રધ્ધાળુઓ જોડ્યા હતા. શહેરના રાજમાગૅ પર શ્રદ્ધાળુ ભકતોએ ઠેર ઠેર સંઘના વધામણા કરી પૂજન અર્ચન કર્યું હતું. આ સંઘમાં સમાજની મહિલાઓએ ભક્તિ સંગીત ના સૂરો વચ્ચે મૈયાના ગરબા ની રમઝટ બોલાવી સમગ્ર વાતાવરણ ને ભકિતના રંગેરંગી દીધુ હતું.

આ સંઘ રાજકાવાડા શ્રી રૂપામાં મંદિરે થી રામશેરી લોટેશ્વર , સુતરસાત , પિંડારીયાવાડો (સંઘવીની પોળ) -ખેતરવસી, રતનપોળ, સાલવીવાડો, મદારસા, દોશીવટ બજાર , હિંગળા ચાચર ચોક , કૃષ્ણ ટોકીઝ , ભાટીયાવાડ , રસણીયાવાડો, ટાંકવાડો , બુકડી ,વિજળકુવો , બલવાડી , રાજકાવાડા – સિધ્ધિ સરોવર ખાતેના બાળા બહુચર માતા મંદિર ખાતેથી ચુંવાળ પંથકમાં બીરાજ માન માં બહુચરના ધામ બહુચરાજી ખાતે જવા પ્રસ્થાન કર્યુ હતું.

પાટણ થી બહુચરાજી ખાતે જવા નીકળેલ મોદી સમાજ ના સંઘ માં મોટી સંખ્યામાં મોદી સમાજ ના લોકો જોડાય હતા. બહુચરાજી ખાતે મોદી સમાજ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે તેવુ મોદી સમાજના આગેવાનો એ જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ જ્ઞાનમંદિર સ્કૂલ માં અભ્યાસ કરતી વિધાર્થીની ઓને ગભૉશય ના કેન્સર વિષે માહિતગાર કરાઈ..

ડો.નૈસર્ગિ પટેલે વિધાર્થીની ઓને આ કેન્સર અવરનેશ માટે માગૅદશૅન...

પાટણ જિલ્લા વનરક્ષક વનપાલ કર્મચારી મંડળ તેમજ પાટણ વનવિભાગ ના સંયુક્ત ઉપક્રમે સત્કાર સન્માન સમારોહ યોજાયો

પાટણ જિલ્લા વનરક્ષક વનપાલ કર્મચારી મંડળ તેમજ પાટણ વનવિભાગ ના સંયુક્ત ઉપક્રમે સત્કાર સન્માન સમારોહ યોજાયો ~ #369News

પાટણની રામકૃપા સોસાયટીમાં છોકરી ભગાડવાની બાબતે પડોશીઓ બાખડયા..

બન્ને પક્ષે સામસામી પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ...