બન્ને પક્ષે સામસામી પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી.
પાટણ તા. 19
પાટણ શહેરની રામકૃપા સોસાયટીમાં રહેતા બે પક્ષો અને પડોશીઓ વચ્ચે બોલાચાલી અને મારામારી થતા મામલો પોલીસ સ્ટેશનમાં પહોચતા પોલીસે બન્ને પક્ષોની સામસામે ફરિયાદ નોધી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.આ બનાવની વિગતો એવી છે કે, પાટણ શહેર ની રામકૃપા સોસાયટીમાં રહેતા ધવલભાઈનાં ઘરે તેમનાં પડોશી ડાહ્યાભાઇ અને અન્યોએ આવીને કહેલ કે, તારા કાકાનો દિકરો અમારી કુટુંબની દિકરીને લઇને ભાગી ગયો છે. તેને શોધીને અમને પરત આપી દો તેમ કહેતાં ધવલભાઇ એ કહેલ કે અમે આ બાબતે કાંઇ જાણતા નથી. અમે પણ તેની શોધખોળ કરીએ છીએ. તેમ કહેતાં ચારેય જણાએ ઉશ્કેરાઇને ગાળો બોલીને લાકડી, પ્લાસ્ટિકની પાઇપ, તલવાર, ધારીયું અને છુટ્ટા હાથે રોડા માર્યા હતા. આ બનાવ અંગે ધવલભાઇએ ચાર જણા સામે ફરીયાદ નોંધાવતાં પોલીસે આઇપીસી ૩૨૪/૩૨૩ મુજબ ગુનો નોંધ્યો હતો.
તો સામા પક્ષે મીનાબેને પણ ભરતભાઇ અને જગદીશભાઇ સામે એવો આક્ષેપ કરતી ફરીયાદ નોંધાવી હતી કે, મીનાબેન ઘરની બહાર ખાટલામાં બેઠા હતા ત્યારે આ લોકો મારવા ધસી આવીને ગડદાપાટુનો માર મારી ઝપાઝપી કરી હાથે નખ માર્યા હતા.પોલીસે બન્ને પક્ષની ફરિયાદ આધારે સામસામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલ યશપાલ સ્વામી