સાંપ્રત સમયમાં યુવા જોબ સિકર નહી જોબ ગીવર બને : પ્રો. જય ધ્રુવ
કેળવણી થી કૌશલ્યવર્ધન યુવા કર્મવીરો ભારતને પરમ વૈભવ સુઘી પહોચાડે : પ્રો કે સી પોરિયા..
પાટણ તા. ૨૧
રાજ્ય સરકારના પરિપત્ર તથા યુ.જી.સી.ના પરિપત્ર મુજબ વિશ્વ ઉદ્યોમિતા દિવસની ઉજવણી યુનિવર્સિટી કક્ષાએ સ્વદેશી જાગરણ મંચ તથા સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત એમ એસ સી આઈ ટી ભવન ખાતે બુધવારે કરવામાં આવી હતી. જેમાં સેન્ટર ફોર એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ રાજ્ય સરકાર ની સંસ્થામાંથી તજજ્ઞ તરીકે લક્ષ્મણભાઈ પરમાર,કુલપતિ પ્રો કે સી પોરિયા અને કુલસચિવ ડો રોહિત દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ વિદ્યાર્થીઓને ઉદ્યોમય બનવા માટે માર્ગદર્શન આપ્યું હતું.
તજજ્ઞ વક્તા દ્વારા વિવિધ ઉદાહરણો દ્વારા વિદ્યાર્થીને ઉદ્યોગ સાહસિક બનવા માટે પ્રેરણાદાયક ઉદાહરણો આપવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં સ્વદેશી જાગરણ મંચ વિભાગમાંથી પ્રોફેસર જય ધ્રુવ એનજીએસ કેમ્પસમાંથી હાજર રહ્યા હતા. તથા તેમણે સ્વદેશી જાગરણ મંચની પ્રસ્તાવના રજૂ કરી હતી.યુનિવર્સિટીના બી બી એ ભવનમાંથી ડો.જય ત્રિવેદી હાજર રહ્યા હતા તથા એમ એસ સી આઈ ટી ભવનમાંથી ડો. હેત ત્રિવેદી પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં એમ એસ સી આઈ ટી ભવનના 100 વિદ્યાર્થીઓએ હાજર રહી માગૅદશૅન મેળવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી