fbpx

ચાણસ્મા – મહેસાણા હાઇવે માર્ગ પર ધીણોજ નજીક ટેલર પાછળ કાર ઘુસી જતા અકસ્માત સર્જાયો..

Date:

પાટણ તા. ૨૪
પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ધિણોજ ગામ નજીક બુધવારની બપોરે માર્ગ પરથી પસાર થઈ રહેલા ટેલરની પાછળ કારચાલક ધુસી જતા અકસ્માતની ઘટના સજૉવા પામી હતી જેમાં કારમાં સવાર લોકો ને નાની મોટી ઈજાઓ થતાં તમામને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.જો કે આ અકસ્માતમાં જાનહાનિ ટળતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

આ અકસ્માતના બનાવની મળતી હકીકત મુજબ બુધવારની બપોરે ચાણસ્મા મહેસાણા હાઇવે માર્ગ પર ધિણોજ ગામ નજીકથી પસાર થઇ રહેલ ટ્રેલર પાછળ કોઈ કારણસર કાર ઘૂસી જતાં કાર ચાલક સહિત કારમાં બેઠેલ લોકો ને નાની મોટી ઈજાઓ થવા પામી હતી. હાઇવે પર સર્જાયેલા અકસ્માતના પગલે વાહનોની લાંબી કતારો જામતા ટ્રાફિક જામની સમસ્યા ઉદભવવા પામી હતી તો અકસ્માતના પગલે ઘટના સ્થળે દોડી આવેલા લોકોએ ઇજાગ્રસ્તોને કારમાંથી બહાર કાઢી તાત્કાલિક સારવાર અર્થે ખસેડ્યા હતા અકસ્માત ના બનાવમાં કોઈ જાનહાની ન થતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

Share post:

Subscribe

Popular

More like this
Related

ચાણસ્મા તાલુકાની ભાટસર ગામની ક્ષતિગ્રસ્ત બનેલી શાળામાં શાળા પ્રવેશોત્સવનો બહિષ્કાર કરતાં ગ્રામજનો..

ચાણસ્મા તાલુકાની ભાટસર ગામની ક્ષતિગ્રસ્ત બનેલી શાળામાં શાળા પ્રવેશોત્સવનો બહિષ્કાર કરતાં ગ્રામજનો.. ~ #369News

ભાજપના મહિલા અગ્રણી ડો.રાજુલ દેસાઈ દ્રારા પાટણ ના વિકાસ ને વેગવાન બનાવવાની નેમ..

ભાજપના મહિલા અગ્રણી ડો.રાજુલ દેસાઈ દ્રારા પાટણ ના વિકાસ ને વેગવાન બનાવવાની નેમ.. ~ #369News