google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

સતલાસણા-સિધ્ધપુર પો.સ્ટે વિસ્તાર માંથી ચોરાયેલ બે મોટર સાયકલ સાથે બે ઇસમો ને કાકોશી પોલીસે ઝડપ્યા ..

Date:

પાટણ તા. 7
પો.અધિ. પાટણ ના ડો.રવિન્દ્ર પટેલ નાઓએ વાહન ચોરીઓ અટકાવવા સારૂ કરેલ સુચના આધારે ના.પો.અધિ.કે.કે પંડ્યા ના સીધા માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ.બી સોલંકી તથા કાકોશી પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મળેલ બાતમી આધારે એક કાળા કલરનુ હીરો કંપનીનુ પેશન પ્રો. મો.સા.નંબર GJ 31 K 0562 અને હીરો કંપનીનુ એચ.એફ.ડીલક્ષ મો.સા નંબર GJ 02 BM 9978 બન્ને વ્હીકલ ચાલકોને ઉભા રાખી પુછપરછ કરતાં એક વ્હીકલ સિધ્ધપુર પો.સ્ટે.ના વિસ્તારના ખળી ચાર રસ્તા ખાતેથી તથા એક વ્હીકલ સતલાસણા પો.સ્ટે વિસ્તારમાંથી ચોરી કરેલા ની હકીકત જણાવતા

જે બાબતે ઇ-ગુજકોપમાં સર્ચ કરતાં મો.સા ચોરી બાબતે સતલાસણા પો.સ્ટે મા ગુન્હો દાખલ થયેલ હોવાનું જાણવા મળતા ચોરીના બન્ને મો.સા નંગ-૦૨ કબ્જે આરોપી ઠાકોર સંજયજી ઉર્ફે કાળીયો મંગાજી ભેમાજી, મુળ રહે- છાપી રેલ્વે સ્ટેશન તા.વડગામ જી.બનાસકાંટા હાલ રહે. કામલી તા.ઉઝા જી.મહેસાણા અને પરમાર કલ્પેશભાઇ મણીલાલ રહે વરવાડા તા.ઉઝા જી.મહેસાણા ની અટકાયત કરી આગળ ની કાર્યવાહી કાકોશી પોલીસે હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણની વર્લ્ડ હેરિટેજ રાણકીવાવની બે માસમાં 49000 મુલાકાતીઓએ મુલાકાત લીધી…

છેલ્લા બે માસમાં પુરાતત્વ વિભાગને રૂપિયા 20 લાખથી વધુ...

પાટણ તાલુકાના ડેરાસણ ગામે કમળાના બે શંકાસ્પદ કેસ નોધાતા તંત્ર હરકત મા આવ્યું..

જિલ્લા વિકાસ અધિકારી સહિત જિલ્લા આરોગ્ય અધિકારી એ ગામની...

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં સતત એક સપ્તાહથી મેઘરાજાની થઈ રહેલ મહેર..

શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ભરાયેલા વરસાદી પાણીના નિકાલ માટે પાલિકા...