fbpx

પાટણના વ્યાસ સ્મૃતિ ફ્લેટ માં રહેતા જનસારી પરિવાર ની મુશ્કેલીમાં માનવસેવા રૂપી મદદરૂપ બનતા સંજય ભાઈ મોદી..

Date:

પાટણ તા. ૨૪
જરૂરિયાતમંદ અને ગરીબ પરિવારોને આરોગ્યની સારવાર નિશુલ્ક પ્રાપ્ત થાય તે માટે સરકાર દ્વારા આયુષ્યમાન ભારત કાર્ડ ની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી છે આયુષ્માન ભારત કાર્ડ દ્વારા ગંભીર પ્રકારની બીમારીઓની સારવાર નિશુલ્ક બનાવવામાં આવી છે ત્યારે ધણી વખત આયુષ્માન ભારત કાર્ડ માં સારવાર મેળવવા ઈચ્છતા જરૂરીયાત મંદ પરિવારના દર્દીના ફિંગર પ્રિન્ટ ન મળતા હોવાના કારણે તેઓ મુશ્કેલીમાં મુકાતા હોય છે ત્યારે મુશ્કેલીમાં મુકાતા આવા દર્દીઓને અને તેમના પરિવારજનો ને મદદરૂપ બનવાની માનવી સેવા કરતા પાટણના સેવાભાવી યુવા કાર્યકર સંજયભાઈ મોદીની કામ ગીરી સરાહનીય બની છે.
પાટણ શહેરના વ્યાસમુર્તિ ફલેટમાં રહેતા કાજલબેન મુકેશભાઈ જનસારી ના સવાબે વર્ષના માસુમ પુત્ર વંશ ને સારણગાંઠ ના ઓપરેશન માટે શહેર ની જનતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો

પરંતુ આયુષ્યમાન ભારત કાડૅ પર નિશુલ્ક ઓપરેશન માટે બાળકના ફિગર પ્રિન્ટ ન મળતા ફરજ પરના ડોકટરે નિશુલ્ક ઓપરેશન માટે પરિવાર ને ના પાડતાં પરિવાર મુશ્કેલીમાં મુકાયો હતો ત્યારે મુકેશભાઈ જનસારી ને તેમના સંબંધી દ્રારા સંજયભાઈ મોદી નો નંબર આપી વાત કરવા જણાવતાં તેઓએ સંજય ભાઈ મોદી નો સંપર્ક કરી સધળી હકીકત જણાવતાં સંજયભાઈ મોદી એ પોતાના બાઈક પર મુકેશભાઈ જનસારીને બેસાડી મામલતદાર કચેરી અને આરોગ્ય અધિકારી ને રૂબરૂ મુલાકાત કરાવી ગાંધીનગર સુધી ભલામણ કરાવી બાળકના નિશુલ્ક ઓપરેશન માટે આયુષ્યમાન ભારત કાર્ડ માન્ય કરાવી જનતા હોસ્પિટલ ખાતે હાજર રહી ડો.ગુપ્તા દ્વારા બાળક નુ સારણ ગાંઠ નું સફળ ઓપરેશન કરાવતા બાળક ના માતાપિતા કાજલ બેન મુકેશ ભાઈ જનસારી એ સંજય ભાઈ મોદી નો આભાર વ્યક્ત કરતા સંજયભાઈ મોદીએ પોતાની આ માનવસેવા રૂપી ફરજ હોવાનું જણાવી પરિવારને હૂફ  પુરી  પાડી  હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ તપોવન સ્કૂલ ના બાળકો નો એક દિવસીય સાસ્કૃતિક પ્રવાસ યોજાયો…

મેલડી માતાજીના પ્રાંગણમાં બાળકો એ ખેલકુદ, રમતગમત અને સાસ્કૃતિક...

સિધ્ધપુર ના શખ્સ ને ધમૅ ગુરૂ ના નામે વસ કરી લાખ્ખો રૂપિયા મેળવી વિશ્વાસ ધાત કરાયો..

સિધ્ધપુર ના શખ્સ ને ધમૅ ગુરૂ ના નામે વસ કરી લાખ્ખો રૂપિયા મેળવી વિશ્વાસ ધાત કરાયો.. ~ #369News

પાટણના સરીયદ મુકામે રામનવમીના પવિત્ર દિવસે બ્લડ ડોનેશન કેમ્પ યોજી શ્રી રામ સેના દ્વારા અનોખી પહેલ કરાઈ..

#પાટણના #સરીયદ મુકામે #રામનવમીના પવિત્ર દિવસે #બ્લડ ડોનેશન કેમ્પ યોજી શ્રી રામ સેના દ્વારા અનોખી પહેલ કરાઈ.. ~ #369News

પાટણના હિંગળાચાચરમાં ખરીદી કરવા આવેલી મહિલાની થેલી પર ચેકો મારી 30 હજારની ચિલઝડપ

એ-ડીવીઝન પોલીસ સ્ટેશને આવીને રજુઆત કરતાં પોલીસે તુરત જ...