fbpx

જૈનો ના પવિત્ર તીર્થ સ્થાન સમા શંખેશ્વર તીર્થ માં ત્રિસ્તુતિક જૈનાચાર્યશ્રી નું સોમવારે મંગળ પ્રવેશ સાથે પદાર્પણ થશે..

Date:

પાટણ તા. ૨૭
શ્રી સોધર્મ બૃહત્તપાગચ્છ ત્રિસ્તુતિક જૈન સંધ ના જૈનાચાર્ય શ્રી જયન્તસેન સૂરીશ્વરજી મહારાજ ના શિષ્ય સુવિશાલ ગચ્છાધિપતિ શ્રીમદ્ વિજય નિત્યસેનસૂરીશ્વરજી મહારાજ, મુનિરાજ શ્રી ચારિત્રરત્ન વિજય મહારાજ આદિ 100 થી અધિક સાધુ સાધ્વીજી ભગવંતો નું સોમવારે સવારે શંખેશ્વર તીર્થ માં મંગળ પ્રવેશ સાથે પદાર્પણ થનાર છે.

રાજસ્થાન ના જાલોર જિલ્લા માં સ્થિત ભાણ્ડવપુર તીર્થ માં આયોજિત પ્રતિષ્ઠા મહોત્સવ માં નિશ્રા પ્રદાન કરી ને બનાસકાંઠા જિલ્લાના નારોલી ગામ થી ગુજરાત માં પ્રવેશ કરતા થરા, થરાદ ,પેપરાલ આદિ અનેક ગામોમાં ધાર્મિક આધ્યાત્મિક સામાજિક કાર્યક્રમ માં નિશ્રા‌ પ્રદાન કરી ને તા. ૨૯ મે ના સોમવારે સવારે શંખેશ્વર તીર્થ પદાર્પણ કરશે.

આ પ્રસંગે શંખેશ્વર તીર્થ સ્થિત શ્રી રાજેન્દ્રસૂરિ નવકાર મંદિર ટ્રસ્ટ તરફથી થી જૈનાચાર્ય શ્રી તેમજ સાધુ સાધ્વીજી ભગવંતો નું સામૈયા સહિત સ્વાગત કરી ને શોભાયાત્રા સાથે મંગળ પ્રવેશ યોજાશે, જૈનાચાર્ય શ્રી નિત્યસેન સૂરીશ્વરજી મહારાજ ના સાથે પધારી રહેલા મુનિરાજ શ્રી ચારિત્રરત્ન વિજય નું ત્રણ વર્ષ પછી જિલ્લા માં પદાર્પણ થી પાટણ સહિત અનેક ગામો નાં લોકો માં આનંદ નું વાતાવરણ સર્જાયું છે.

પાટણ ના પંચાસરા મંદિર પાસે આવેલ ત્રિસ્તુતિક જૈન ઉપાશ્રય માં નિરંતર ચાર વર્ષ સુધી રહી ને ૪૦ થી વધારે સાધુ સાધ્વીજી મહારાજ ને સંસ્કૃત પ્રાકૃત સહિત જૈન ગ્રંથો નાં અભ્યાસ માટે સાનિધ્ય પ્રદાન ની સ્થિરતા દરમિયાન તેમણે જૈન સમાજ તેમજ અન્ય સમાજ માં અનેરુ સ્થાન પ્રાપ્ત કર્યું હતું,

મુનિરાજ શ્રી એ અનેક ધાર્મિક આધ્યાત્મિક સામાજિક સહિત જીવદયા ના કાર્યક્રમ ની પ્રેરણા તેમજ નિશ્રા આપી ને પાટણ સહિત જિલ્લામાં ધર્મ નું વાતાવરણ બનાવનાર મુનિરાજ દરેક લોકો માં ગુરુ નું માન ધરાવે છે.

મુનિરાજ શ્રીના ઉપદેશ થી એ દરમિયાન અનેક લોકો વ્યસન મુક્ત બન્યા હતા, જૈનાચાર્ય સહિત સાધુ સાધ્વીજી ભગવંતો ૧૫ દિવસ ની સ્થિરતા શંખેશ્વર તીર્થ ના શ્રી રાજેન્દ્રસૂરી નવકાર મંદિર ખાતે કરશે તેવું જાણવા  મળ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

T20 વર્લ્ડકપની ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતો રાધનપુર નો સટોડીયાને રાધનપુર પોલીસે ઝડપ્યો..

પાટણ તા. ૧૮પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિન્દ્ર પટેલ નાઓએ...

પાટણની નાણાવટી સ્કૂલ સી.આર.સી ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું..

નાણાવટી ક્લસ્ટર ની 8 સ્કૂલોના વિદ્યાર્થીઓએ જુદી જુદી 11...