fbpx

પાટણ જિલ્લામાં 40051 યુવા મતદારો પ્રથમવાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના મહાપર્વમાં સહભાગી બનશે…

Date:

પાટણ તા. ૨૭
લોકસભા સામાન્ય ચૂંટણી-2024 માટે રાજ્યમાં મતદાનને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે પાટણ જિલ્લામાં આગામી તા.07 મેના રોજ મતદાન થવાનું છે તેને ધ્યાનમાં રાખીને જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે જરૂરી છે. મતદાન એ આપણી પ્રવિત્ર ફરજ છે. યુવા,દિવ્યાંગો, મહિલાઓ, વૃદ્ધો વગેરે તમામ લોકો મતદાન કરીને આ મહાપર્વમાં સહભાગી બને તે જરૂરી છે. ખાસ કરીને જેઓ પ્રથમ વાર મત આપવા જઈ રહ્યા છે એટલે કે 18-19 વર્ષના મતદારો માટે મતદાન કરવું ખુબ અગત્યનું છે.

યુવાનો દેશનું ભવિષ્ય છે તેવું કહી શકાય. તેથી આજના યુવાનનો એક એક મત ખુબ જરૂરી છે. 18-19 વર્ષના યુવાનોમાં મત આપવા માટે એક અનેરો જ ઉત્સાહ હોય છે. કારણ કે તેઓ આ પ્રક્રિયાથી પહેલી વાર જોડાતા હોય છે. આ જ યુવાન દેશનું ભવિષ્ય નક્કી કરે છે.

રાજ્યમાં ત્રીજા તબક્કામાં થનાર મતદાન માં અનેક યુવાનો એવા છે જે પ્રથમ વાર મત આપવા જઈ રહ્યા છે. લોકશાહીના મહાપર્વમાં ગામડા- શહેરો, નગરો અને સરકારી કચેરીઓ તેમજ ખાનગી દુકાનો, મોલ, હોટલો, કંપનીઓ તમામ સ્થળે મત દાન જાગૃતિની પ્રવૃતિઓ પૂરજોશમાં ચાલી રહી છે.

તા. 7 મે ના રોજ મતદાનના દિવસે આ મહાપર્વને વધાવવા માટે સૌ મતદારો આતુર બન્યા છે ત્યારે પાટણ જિલ્લાની ચાર વિધાનસભા બેઠક પર કુલ 40051 યુવા મતદારો પ્રથમ વાર પોતાનો મત આપવાના છે. પાટણ જિલ્લામાં પ્રથમ વાર મતદાન કરનાર યુવાનોમાં 16-રાધનપુરમાં કુલ 10733 યુવાનો, 17-ચાણ સ્મા માં કુલ 9884, 18-પાટણમાં 10064 અને 19-સિદ્ધપુરમાં કુલ 9370 18-19 વર્ષના યુવાનો પોતાનો કિમતી મત આપીને લોકશાહીના આ મહાપર્વમાં સહભાગી બનનાર હોવાનું સુત્રો તરફથી જાણવા મળ્યું  છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

સાંતલપુરના ગોખાતર ગામડી પ્રા.શાળાના બાળકો ને ગણવેશ વિતરણ સાથે દાતાઓનો સન્માન કાર્યક્રમ યોજાયો..

ધારાસભ્ય લવિગજી ઠાકોર સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.. પાટણ તા. 6...

જામનગર: અઢી વર્ષની માસૂમ બાળકી રમતા-રમતા 35થી 40 ફૂટ ઊંડા બોરવેલમાં પડી, રેસ્ક્યૂ ટીમે ઓપરેશન હાથ ધર્યું

જામનગર: અઢી વર્ષની માસૂમ બાળકી રમતા-રમતા 35થી 40 ફૂટ ઊંડા બોરવેલમાં પડી, રેસ્ક્યૂ ટીમે ઓપરેશન હાથ ધર્યું ~ #369News

શહેરના વેરાઈ ચકલાની ગંદકી પાલિકાએ કાયમી ધોરણે દૂર કરી વિસ્તાર ને સ્વચ્છ બનાવ્યો..

શહેરના વેરાઈ ચકલાની ગંદકી પાલિકાએ કાયમી ધોરણે દૂર કરી વિસ્તાર ને સ્વચ્છ બનાવ્યો.. ~ #369News

પાટણ શ્રી હિંગળાજ માતાજીના પ્રાગટ્ય દિવસ નિમીત્તે મહાઆરતી સહિતના ધાર્મિક પ્રસંગો ઉજવાયા…

પાટણ તા. ૮પાટણ બ્રહ્મક્ષત્રિય છાત્રાલય ખાતે શ્રી હિંગળાજ માતાજીના...