fbpx

પાટણ SOG પોલીસે રૂ. 4.34 લાખની કિંમતના ગાજાના જથ્થા સાથે ખરેડાના શખ્સને ઝડપ્યો.

Date:

પાટણ તા. ૬
પાટણ SOG પોલીસે વાગડોદ પો.સ્ટે વિસ્તારના ખારેડા ગામથી બાતમીના આધારે એક ઇસમ ના ઘરે ઓચિંતો છાપો મારીને બિનઅધિકૃત વનસ્પતિ જન્ય લીલા તથા સુકા ગાંજાના છોડ 43 કિલો 410 ગ્રામ વજન કિ.રૂ- 4,34,100 સાથે એક ઇસમને ઝડપી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

આ બાબતે પોલીસ સૂત્ર તરફથી મળતી હકીકત મુજબ પાટણ પોલીસ અધિક્ષક ડો.રવિન્દ્ર પટેલે આગામી લોકસભા ચુંટણી 2024 અનુસંધાને જીલ્લામાં નાર્કોટીક્સ ની બદી નાબુદ કરવા અંગે કરેલ સુચના આધારે એસ.ઓ.જી તથા એલ.સી.બી શાખા પાટણ ની સંયુક્ત ટીમને નાર્કોટીક્સના પદાર્થ, કેફી ઔષધો અને મન:પ્રભાવી દ્રવ્યોનાં ગેરકાયદેસર વેપાર હેરાફેરી, વેચાણ અટકાવવા અને આવી પ્રવૃતિ આચરતા ઇસમો વિરૂધ્ધ સખત કાર્યવાહી કરવા સારૂ આપેલ સુચના આધારે નાર્કોટીક્સ અંગેના કેશો શોધી કાઢવા સારૂ ટીમ પ્રયત્નશીલ હોઇ જે દરમ્યાન અ.હેડ.કો જયેશ બાબુજી નાઓને તેઓના વિશ્વાસુ બાતમીદાર મારફતે હકીકત મળેલ કે ઠાકોર ભુપતજી બાબરજી રહે-ખારેડા તા-સરસ્વતિ જી-પાટણ વાળો પોતાના કબજા ભોગવટા ના મકાનમાં આવેલ ખુલ્લા વાડા માં ગેરકાયદેસર અને બિન અધિકૃત રીતે વનસ્પતિ જન્ય લીલાં ગાંજાનુ વાવેતર કરેલ છે.

જે હકીકત આધારે હકીકત વાળી જગ્યાએ રેડ કરતાં વનસ્પતિ જન્ય લીલા તથા સુકા ગાંજાના છોડ જેનુ વજન 43 કિલો 410 ગ્રામ જેની કિ.રૂ- 4,34,100/- ના મુદ્દામાલ સાથે ઠાકોર ભુપતજી બાબરજી રહે-ખારેડા તા-સરસ્વતિ વાળાને ઝડપી તેના વિરુધ્ધ NDPS એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી કરવા સારૂ આરોપી તથા મુદ્દામાલ વાગડોદ પો સ્ટે સોપવામાં આવેલ હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે બોર્ડ ઓફ મેનેજમેન્ટની પ્રથમ બેઠક મળી…

રાજય સરકાર દ્વારા તૈયાર કરાયેલ મોડેલ સ્ટેચ્યુટને મંજૂરી આપવામાં...