ગરબામાં વિવિધ લ્હાણી ની જગ્યાએ યથાશકિત રોકડ ભેટ લ્હાણી સ્વરૂપે અપાઈ..
પાટણ તા. ૨૭
પાટણ પ્રજાપતિ સમાજ ના ચૈત્ર માસ નિમિત્તે પ્રથમ પુત્રની પ્રાપ્તિ ને લઈને યોજાતા આખા ચૈત્રી માસ નિમિત્તે ના ગરબા મહોત્સવ પ્રસંગે કરવામાં આવતી વિવિધ ચીજવસ્તુઓ ની લ્હાણી સહિતના બિન જરૂરી ખર્ચ પર રોક લગાવવા પાટણ પ્રજાપતિ સમાજ પાટણ દ્વારા ચૈત્રી માસ પૂર્વે જે પ્રજાપતિ પરિવાર ના ત્યાં ચૈત્રી માસના ગરબાના આયોજન કરવામાં આવ્યા હતા તે તમામ પરિવારને રૂબરૂ મળીને ચૈત્રી ગરબા નિમિત્તે કરાતી લ્હાણી સહિત ના બિન જરૂરી ખચૅ અટકાવવા સમજાવી અપીલ કરવામાં આવી હતી.
ત્યારે હાલમાં પાટણ પ્રજાપતિ પરિવારોના ત્યાં ચાલતા ચૈત્રી માસના ગરબા મહોત્સવની ઉજવણી દરમિયાન મોટાભાગના પરિવારજનો એ પાટણ પ્રજાપતિ સમાજ પાટણ ના સૂચન ને ધ્યાનમાં રાખીને ગરબા દરમિયાન અપાતી વિવિધ ચીજવસ્તુઓ સ્વરૂપે ની લ્હાણી બંધ કરી યથા શકિત રોકડ ભેટ લ્હાણી સ્વરૂપે આપી સમાજમાં થતાં બિનજરૂરી ખર્ચ ને અટકાવી ભક્તિ સભર માહોલમાં ચૈત્રી માસના ગરબાની સમય મયૉદા મા ઉજવણી કરી ધન્યતા અનુભવી રહ્યા છે.
પાટણ પ્રજાપતિ સમાજના પરિવારજનોમાં પ્રથમ પુત્રની પ્રાપ્તિને લઈને પવિત્ર ચૈત્ર માસમાં નીકળતા એક મહિનાના ગરબા મહોત્સવમાં થતા બિનજરૂરી ખર્ચને અટકાવવાની પહેલને પાટણ પ્રજાપતિ સમાજ પાટણના આગેવાનોની અપીલ ને માન્ય રાખનાર દરેક પ્રજાપતિ પરિવારના ત્યાં આયોજિત ગરબા મહોત્સવ માં પાટણ પ્રજાપતિ સમાજ પાટણના આગેવાનો સહભાગી બની પરિવારજનોની રૂબરૂ મુલાકાત લઇ આભારની લાગણી વ્યક્ત કરી રહ્યા છે.
અહેવાલ યશપાલ શ્યામી