પાટણ તા. ૨૯
લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત ભારતના ચૂંટણી પંચની સુચના અનુસાર મતદાન જાગૃતિના કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હતા. સ્વીપ 2024 મતદાર જાગૃતિ અંતર્ગત મહિલા મતદારો, PWD વોટર્સ, યુવા મતદારો, 85 વર્ષથી વધુ ઉંમર ના વયોવૃદ્ધ વગેરે તમામ મતદારો મતદાન કરવા કટિબદ્ધ બને તે હેતુથી 18 પાટણ વિધાનસભા વિસ્તારમાં શાળા કક્ષા, CRC કક્ષા, BRC કક્ષા તેમજ પાટણ વિધાનસભા વિસ્તાર માં રંગોળી સ્પર્ધા યોજાઈ હતી.
આ સ્પર્ધામાં ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત શેઠ એમ એન હાઇસ્કુલ પાટણ ની વિદ્યાર્થી ની પ્રજાપતિ ભવ્યા સુરેશ કુમારે શાળાના માર્ગદર્શક શિક્ષિકા ડૉ. ગીતાબેન ના માર્ગદર્શન નીચે CRC કક્ષાએ પ્રથમ નંબર, BRC કક્ષાએ દ્વિતીયક્રમ તેમજ A.R.O. તાલુકા કક્ષાએ તૃતીય નંબર પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધારતા જિલ્લા શિક્ષણાધિકારી ના હસ્તે ઇનામ તેમજ પ્રમાણપત્ર આપી તેણીનું સન્માન કરવામાં આવ્યું હતું.
રંગોળી સ્પર્ધામાં ભાગ લીધેલ તમામ શાળાના બાળકોએ સુંદર મજાની રંગોળીઓ તૈયાર કરી મતદાન જાગૃતિ અંતર્ગત ઉત્તમ સંદેશ ફેલાવ્યો હતો. શેઠ એમ.એન.શાળાનું ગૌરવ વધારવા બદલ ભવ્યા પ્રજાપતિ ને તથા માર્ગદર્શક શિક્ષિકાબેન ડૉ.ગીતાબેન ને આચાર્ય ધનરાજભાઈ ઠક્કર સહિત સમગ્ર શાળા પરિવાર દ્વારા શુભેચ્છા સાથે અભિનંદન પાઠવ્યા હતા.