fbpx

યુનિવર્સિટી ના NSS પ્રો. કો.ઓર્ડીનેટર નો નિવૃત્તિ વિદાય સન્માન સમારંભ યોજાયો..

Date:

ડો.જે.ડી.ડામોરે NSS ની પ્રવૃત્તિ ને 27 વર્ષ સુધી જીવંત રાખી છે : કુલપતિ.

પાટણ તા. 30
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણમાં છેલ્લા 27 વર્ષથી એનએસએસ વિભાગમાં પ્રો.કો . ઓર્ડીનેટર તરીકે ફરજ બજાવતા અધિકારીનો નિવૃત્તિ વિદાય સન્માન સમારંભ શુક્રવારે યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે કાર્યકારી કુલપતિ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ વચ્ચે યોજાયો હતો . હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી , પાટણ ના કુલપતિ ડો. રોહિત દેસાઈ ની અધ્યક્ષતામાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા 27 વર્ષથી એનએસએસ વિભાગમાં પ્રો.કો .ઓર્ડિનર તરીકે સુંદર કામગીરી બજાવીને વય નિવૃત્ત થયેલા ડો. જે .ડી . ડામોર અને તેમના ધમૅ પત્ની લક્ષ્મીબેન ને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સાકાર ,શ્રીફળ અને મોમેન્ટો આપી શાલ ઓઢાડી ને સન્માન કરવામાં આવ્યું હતું .

આ પ્રસંગે યુનિવર્સિટીના કા. કુલપતિ ડો. રોહિત દેસાઈએ જણાવ્યું હતું કે ડો. જે. ડી .ડામોરે ઉત્તર ગુજરાતની 500 થી વધુ કોલેજોમાં એનએસએસની પ્રવૃતિને વેગ આપવા માટે સતત કાર્યશીલ રહ્યા હતા અને યુનિવર્સિટી માં 27 વર્ષની ફરજમાં તેમને વિવિધ વધારાની ફરજો પણ સારી રીતે નિભાવી આજે નિવૃત્ત થયા છે. ત્યારે તેમનું નિવૃત્તિ નો સમય સારા આરોગ્ય સાથે પસાર થાય તેમજ યુનિવર્સિટીને જ્યારે પણ તેમની જરૂર પડશે ત્યારે તેમની મદદ લેવામાં આવશે તેમ જણાવ્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત અને નિવૃત્ત થઈ રહેલા ડો. જે .ડી. ડામોરે જણાવ્યું હતું કે મારા 27 વર્ષના ફરજમાં યુનિવર્સિટીના અધિકારીઓ અને કર્મચારીઓ મને અનેક રીતે મદદરૂપ થયા છે અને અમે યુનિવર્સિટીને આગળ લઈ જવા માટે તાલ મિલાવીને કામ કર્યું છે . એનએસએસ ની તાલીમમાં લાલ કલર ડેન્જરની નિશાની બતાવે છે.

ત્યારે હું હંમેશા મારી ફરજ દરમિયાન ખોટા કામોથી દૂર રહ્યો છે તેનો મને ગર્વ છે અને સદાય યુનિવર્સિટી, વિદ્યાર્થીઓ અને સમાજના હિતને ધ્યાનમાં રાખીને કામ કર્યું છે .

આજે મને તેનું સન્માન મળી રહ્યું છે . એન એસ એસ ની પ્રવૃત્તિ માંથી વ્યક્તિનું ઘડતર થાય છે ત્યારે યુનિવર્સિટી સલગ્ન કોલેજ માં ચાલતી એનએસએસ ની પ્રવૃત્તિ ને ભવિષ્યમાં પણ કોઈ દાગ ના લાગે તેવું કામ કરવા પ્રોગ્રામ ઓફિસરોને સૂચન કર્યું હતું.

વધુ માં એનએસએસ ની પ્રવૃત્તિને વેગ આપવા માટે યુનિવર્સિટીના પૂર્વ કુલપતિઓએ, ઇસી મેમ્બરોએ તેમજ વર્તમાન કુલપતિ,સ્ટાફ ,ઇ સી મેમ્બરો પણ ખૂબ જ સાથ અને સહયોગ આપી રહ્યા છે .

ડો.જે .ડી. ડામોર ના વિદાય અને સન્માન સમારંભમાં યુનિવર્સિટીના કા. રજીસ્ટર ડો. ચિરાગ ભાઈ પટેલ , ઇ સી મેમ્બર શૈલેષભાઈપટેલ ,અશોકભાઈ શ્રોફ ,દિલીપભાઈ પટેલ સંસ્કૃત વિભાગના વડા ડો. બી બી રાઠવા , પ્રિન્સિપાલ કે .એલ .પટેલ નવનિયુક્ત એનએસએસ પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર ડો. જય ત્રિવેદી તેમજ ગાંધીનગર થી ઉપસ્થિત દેવાંગભાઈ પંડ્યા, અવકાશ ભાઈ પટેલ યુનિવર્સિટીના કર્મચારી અધિકારીઓ એન એસ એસ ના પ્રોગ્રામ કોર્ડીનેટર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા .આ કાર્યક્રમનું સંચાલન પ્રોફેસર જે .વી .પટેલે કર્યું હતું .

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

મતદાન જાગૃતિ અંતર્ગત ‘રન ફોર વોટ : વિદ્યાર્થીઓએ અવશ્ય મત આપવાનો સંદેશો આપ્યો…

પાટણ તા. ૫પાટણ જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી-2024 માટે મતદાન...

પાટણના નવા બસસ્ટેન્ડ વિસ્તાર માથી પાલિકાએ 5 ટ્રેક્ટર જેટલો કચરો ઉલેચી વિસ્તારને સ્વચ્છ બનાવ્યો..

સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત શહેરીજનોને શહેરને સ્વચ્છ રાખવા...

પાટણ લોકસભા ચૂંટણી દરમિયાન જિલ્લા ની 13 ચેક પોસ્ટ પર 39 સ્ટેટીક સર્વેલન્સની ટીમો ની બાજ નજર રહેશે..

જિલ્લાની ચાર વિધાનસભામાં ફલાઇંગ સ્કવોર્ડને કુલ 12 ટીમોની રચના...