એકેડેમી ના પ્રારંભ પ્રસંગે પારુલ યુનિવર્સિટીના વાઈસ પ્રેસિડેન્ટ ડો.પારુલ પટેલ ખાસ ઉપસ્થિત રહેશે..
પાટણ તા. ૨૯
પાટણ તાલુકાના સરીયાદ ગામના વતની અને મા ભોમની રક્ષા કાજે ફરજ બજાવી રહેલા લેફ્ટનન્ટ કર્નલ નિતીન જોશીના સુપુત્ર મન જોશી અને તેના મિત્ર આયુષ ઝવેરીને સંયુક્ત સાહસ રૂપે પાટણ શહેરના ટીબી ત્રણ રસ્તા નજીક આવેલ દેવી એસ્ટેટ ખાતે જોશ એકેડેમી નો આગામી તા.૧ લી મેં ના રોજ વડોદરા ની પારુલ યુનિવર્સિટીના વાઈસ પ્રેસિડેન્ટ ડોક્ટર પારુલ પટેલ ના હસ્તે કરવામાં આવનાર છે
ત્યારે જોશ એકેડેમી ના શુભારંભ પૂર્વે એકેડેમી ની કાર્યપદ્ધતિ અને પ્રવૃત્તિ ની જાણકારી આપવા સોમવારના રોજ લેફ્ટનન્ટ કર્નલ નીતિન જોશી અને તેમના સુપુત્ર મન જોશી અને પાર્ટનર આયુષ ઝવેરી દ્વારા અવિપ કોમ્પ્લેક્સ ખાતે પાટણના ઇલેક્ટ્રોનિક તેમજ મીડિયાના પત્રકારોની પ્રેસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
બેઠકમાં ઉપસ્થિત રહેલા ઇલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકારોને જોશ એકેડેમી વિશે માહિતી પ્રદાન કરતા તેઓએ જણાવ્યું હતું કે જોશ એકેડમીમાં, અમે IELTS, PTE, TOEFL અને DUOLINGO જેવી પ્રાવીણ્ય પરીક્ષાઓ માટે વિઝા અને ઇમિગ્રેશન સેવાઓ અને તેના ઇન્ટરવ્યુની તૈયારી સાથે કૌશલ્ય વિકાસ અભ્યાસ ક્રમો માટે અંગ્રેજી કોચિંગ સાથે રાષ્ટ્રીય સ્પર્ધાત્મક પરીક્ષાઓ, ભારતીય સશસ્ત્ર દળોની પરીક્ષાઓ અને અન્ય વિવિધ પ્રવેશ પરીક્ષાઓ માટે શ્રેષ્ઠ કોચિંગ પ્રદાન કરવા માટે તેઓએ પોતાની પ્રતિબધ્ધતા વ્યકત કરી હતી.
અહેવાલ યશપાલ શ્યામી