fbpx

વિ.હિ.પ.ગૌસેવા વિભાગ પાટણ નગર દ્વારા દેશી ગૌમાતા ના છાણની વૈદિક હોળી પ્રગટાવી વિશ્વ પયૉવરણ ના શુધ્ધી કરણ ની કામના વ્યકત કરી..

Date:

શહેરના મહોલ્લા, પોળો અને સોસાયટી વિસ્તારો માં ભક્તિ સભર માહોલમાં હોળી પ્રજવલિત કરી પરિક્રમા કરાઈ..

પાટણ તા. ૨૪
હોળીના પવિત્ર પર્વની વિશ્વ હિન્દુ પરિષદ ગૌસેવા વિભાગ પાટણ નગર દ્વારા શહેરના પ્રગતિ મેદાન ખાતે ભારતીય દેશી ગૌમાતાના છાણાથી વિશ્વ પર્યાવરણના શુદ્ધિકરણ માટે વૈદિક હોલિકા દહન કરવામાં આવ્યું હતું.
આજના ઋતુસંધિકાળમાં વિવિધ પ્રકારના વાયરસનું પ્રમાણ સામાન્ય દિવસો કરતા વધે છે. આ વખતે શિશીર-વસંતૠતુ સંધિકાળમાં કોરોના, સ્વાઈન ફલુ, ઝીકા તેમજ અન્ય પ્રકાર ના નવા-જુના વાયરસ જનપદોધ્વંસ સ્વરૂપમાં આગળ વધે છે. વસંતૠતુમાં આવી મહા મારીઓ વાયુથી વધુ ફેલાય છે. આયુર્વેદ અને વેદમાં ઋતુચર્ચા સ્વરૂપે, ઉત્સવો સ્વરૂપે આવા અનેક વાયરસના નાશ માટે ઉપાયો બતાવેલ છે, તેમાંથી એક છે સાર્વજનિક વૈદિક હોલિકા દહન તેમજ શરીરમાં વધેલા કફને હોળીની પ્રદક્ષિણાથી ઓગાળવાનો આ શ્રેષ્ઠ અવસર છે.

ત્યારે હોળી નિમિત્તે સાર્વજનિક વૈદિક હોલિકા દહન એકજ દિવસે અને નિશ્ચિત સમયે, ચોક્કસ પ્રકારના ઝાડના લાકડા અને ઔષધી દ્રવ્યોથી થતું હોવાથી વેદોક્ત પદ્ધતિથી હોલિકા દહન કરીને પ્રકૃતિ અને સમાજ ઉપયોગી વેદોના વિજ્ઞાનને સાચા અર્થમાં વ્યવહારમાં લાવવાની સાથે સાથે તેમાં થયેલ ખોટા મિશ્રણો ને, દુષણોને ભગાડી “ વૈદિક ” હોળી મનાવવા અને ગૌમાતા અને વૃક્ષો બચાવવાના શુભ સંકલ્પ સાથે પ્રગતિ મેદાનમાં આયોજિત કરવામાં આવેલ વૈદિક હોળી પ્રજવલિત કરવા માં આવી હતી.

આ વૈદિક હોળી ની પ્રદક્ષિણા કરી પાટણના નગરજનો સાથે વિશ્વ હિન્દુ પરિષદ ગૌસેવા વિભાગ પાટણ નગર પ્રમુખ જયંત ત્રિવેદી,
વિશ્વ હિન્દુ પરિષદ નગર પ્રમુખ જગદીશભાઈ ઠકકર,નગર મંત્રી ભરતભાઈ જોષી, હિતેશ ભાઈ ઠક્કર સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. વૈદિક હોળીમાં ભાગ લેનાર તમામ ભાઈ-બહેનોને હોળી દહન વખતે આહુતી આપવા માટે હવન સામગ્રી ફ્રી મા આપવામા આવી હતી. તો પાટણ શહેરના મોહલ્લા, પોળો અને સોસાયટી વિસ્તારમાં પણ હોલીકા દહન કરવામા આવતા રહીશોએ પરિક્રમા કરી હોળી પવૅ ને યાદગાર બનાવ્યો હતો.

અહેવાલ યશપાલ શ્યામી

Share post:

Subscribe

Popular

More like this
Related