ભુવાજી દશરથભાઈ પરિવાર દ્વારા પાટણ પંથક માથી પધારેલા ભુવાજીઓનું સન્માન કરાયું..
પાટણ તા. ૩૦
પાટણ શહેર એક ધર્મ નગરી તરીકે ખ્યાતિ પ્રાપ્ત શહેર છે ત્યારે પાટણ શહેરમાં અનેક દેવી-દેવતાઓનો મંદિરો આસ્થાના પ્રતીક સમાન શોભાયમાન બની રહ્યા છે ત્યારે પવિત્ર ચૈત્ર માસમાં વિવિધ દેવી-દેવતા ઓના મંદિર પરિસરો ખાતે ધાર્મિક ઉત્સવો સહિત જાતર અને રમેલના પ્રસંગો ઉજવવામાં આવી રહ્યા છે
ત્યારે પાટણ શહેરના જિલ્લા પોલીસવડાની કચેરી પાછળ આવેલ કર્મચારી નગર સોસાયટીમાં આવેલ શ્રી દાસજીયા ગોગા મહારાજના સ્થાનકે સોમવારની રાત્રે ભક્તિ સભર માહોલમાં શ્રી ગોગા મહારાજની રમેલ નું આયોજન ભુવાજી દશરથભાઈ ના સાનિધ્યમાં કરવામાં આવ્યું હતું.
શ્રી ગોગા મહારાજના સ્થાનકે આયોજિત કરાયેલી શ્રી ગોગા મહારાજની રમેલ પ્રસંગે પાટણ શહેર સહિત આજુબાજુના પંથકના ભુવાજીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પાટ પર બેસી ઉપસ્થિત ભક્તજનોને રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા
મંગળવારે સવારે તમામ ભુવાઓએ વાજતે ગાજતે તેલ ફૂલ પૂજન વિધિ કરી સમૂહ પ્રસાદ ગ્રહણ કરી શ્રી ગોગા મહારાજના આશીર્વાદ સાથે ધન્યતા અનુભવી હતી શ્રી ગોગા મહારાજના ભુવાજી દશરથભાઈ પરિવારે રમેલમાં પધારેલા તમામ ભુવાજીઓનું સાલ અને પુરસ્કારથી સન્માનિત કરી આભારની લાગણી વ્યક્ત કરી હતી.
અહેવાલ યશપાલ શ્યામી