fbpx

યુનિવર્સિટી દ્વારા લેવામાં આવી રહેલી ત્રીજા તબક્કાની પરીક્ષાઓ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન….

Date:

પાટણ તા. ૩૦
હેેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ દ્વારા છેલ્લા કેટલાક મહિનાથી સ્નાતક અને અનુસ્નાતક ના અભ્યાસક્રમોના વિવિધ સેમેસ્ટરોની પરીક્ષાઓ લેવામાં આવી રહી હતી .ત્યારે મંગળવારે છેલ્લા અને અંતિમ ત્રીજા તબક્કાની પરીક્ષાઓ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ,પાટણ દ્વારા ઉત્તર ગુજરાતમાં પાંચ જિલ્લામાં આવેલી કોલેજોમાં અને યુનિવર્સિટીના વિવિધ વિભાગોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પ્રથમ અને બીજા તબક્કાઓની પરીક્ષાઓ લીધા બાદ સ્નાતક અને અનુસ્નાતક સેમેસ્ટર 2 ની જુદી જુદી 60 જેટલી પરીક્ષાઓ તાજેતરમાં જ શરૂ કરવામાં આવી હતી . જેમાં અંદાજે 1.50 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા હતા.

ત્યારે મંગળવારે આ પરીક્ષાઓ શાંતિ પૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે .ત્યારે આ સાથે જ યુનિવર્સિટીની મોટાભાગની પરીક્ષાઓ આજે પૂરી થઈ છે અને વેકેશનના ગાળામાં મેડિકલની સપ્લીમેન્ટરી પરીક્ષાઓ જે બાકી છે તે લેવામાં આવનાર છે. તો પ્રથમ સેમ ના પરિણામ મોટા ભાગે તૈયાર થઈ ગયા હોય જે ટુક સમયમાં જાહેર કરવામાં આવનાર હોવાનું પરિક્ષા નિયામકે જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ પ્રજાપતિ સમાજ દ્વારા સૌ પ્રથમ વાર પ્રજાપતિ સન્માન એવોર્ડ 2023 નું આયોજન કરાયું…

સમાજમાં યોગ્ય સિદ્ધિ પ્રાપ્ત કરનાર તેમજ વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિ...

કુણઘેરના શિવધામ ખાતે બેઝમેન્ટ ના ભાગમાં શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠતા અફરા તફરી મચી..

કુણઘેરના શિવધામ ખાતે બેઝમેન્ટ ના ભાગમાં શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠતા અફરા તફરી મચી.. ~ #369News

રાધનપુર શહેર કોંગ્રેસ પ્રમુખ પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાયાં..

ભાજપમાં જોડાયેલા તમામ કાર્યકરોને ખેસ પહેરાવી આવકારવામાં આવ્યા.. પાટણ તા....

પાટણના દશા – દિશાવળ મહિલા મંડળ દ્વારા હોલી રસિયા ઉત્સવ ઉજવાયો.

સમાજના મહિલા મંડળની બહેનોએ ભક્તિ સંગીતના સૂરો વચ્ચે રાસ-ગરબા...